ગુજરાત હજ હાઉસ દ્વારા ત્રીજું વેઇટિંગ લિસ્ટ જાહેર

February 28, 2025

અમદાવાદ : ચાલુ વર્ષે હજયાત્રાએ જવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યની હજ સમિતિ દ્વારા હજયાત્રાએ જવા માગતા લોકોનું ત્રીજું વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતની હજ સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અને આઈ.એમ.ઘાંચીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મુંબઈમાં કાર્યરત હજ કમિટી ઑફ ઇન્ડિયા દ્વારા ત્રીજું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે જેમાં 2208થી 2429 સુધી પસંદગી પામેલા ઉમેદવારોના નામ છે. 
અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી પડતો; કહાની માણેક બુરજની | Gujarat Samacharઅમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી પડતો; કહાની માણેક બુરજની | Gujarat Samachar
હજયાત્રાએ જવા માંગતા લોકોએ હવે હજ હાઉસની સત્તાવાર વેબસાઇટ https://hajcommittee.gov.inની મુલાકાત લઈને તેના પર વેઇટિંગ લિસ્ટમાં તેમનું નામ છે કે નહીં તે ચકાસવાનું રહેશે. આ વખતે ગુજરાતમાંથી કુલ 15899 મુસ્લિમ શ્રદ્ધાળુઓની હજયાત્રા માટે પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામનારા મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હવે પેમેન્ટ જ કરવાનું રહેશે. તેઓ હજ હાઉસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પેમેન્ટ કરી શકશે