ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 : નીતિશ કુમાર-રિકુ સિહ ઈજાગ્રસ્ત, શિવમ દૂબે-રમનદીપને મળી શકે છે તક

January 28, 2025

રાજકોટ ટી20માં ભારતીય ટીમના પ્લેઇંગ-11 પર પણ બધાની નજર રહેશે. આ મેચ માટે ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. ઓલરાઉન્ડર શિવમ દુબે અને રમનદીપ સિંહ ભારતીય ટીમમાં જોડાયા છે. ત્યારે આવી સ્થિતિમાં બંને આ મેચમાં રમતા જોઈ શકાય છે. નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને શિવમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

 નીતીશ સાઈડ સ્ટ્રેનને કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે રમનદીપને રિંકુ સિંહની ઈજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું છે. રિંકુ પણ કમરના નીચેના ભાગમાં દુખાવો થવાને કારણે ત્રીજી T20 મેચ માટે ઉપલબ્ધ નથી.  જો શિવમ દુબે અને રમનદીપ સિંહ બંનેને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવે છે, તો ધ્રુવ જુરેલ તેમજ લેગ-સ્પિનર ​​રવિ બિશ્નોઈને આ મેચમાંથી બહાર રાખવા પડી શકે છે.

બિશ્નોઈ આ શ્રેણીમાં અત્યાર સુધી એક પણ વિકેટ લઈ શક્યો નથી. જ્યારે, જુરેલ ચેન્નાઈ ટી20 માં તકનો લાભ લઈ શક્યો નહીં અને માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો. ઇંગ્લેન્ડે 27 જાન્યુઆરીએ જ રાજકોટ ટી20 માટે પોતાની પ્લેઇંગ-11 ટીમની જાહેરાત કરી હતી.