રીફાઈનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
June 24, 2025
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં રીફાઈનરીમાં આવેલી સ્કૂલને આજે સવારે 6.47 વાગ્યે મળેલા ઈમેલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રીફાઈનરીની સુરક્ષા એજન્સીની ટીમ અને પોલીસ દ્વારા સમગ્ર રીફાઈનરી અને સ્કૂલમાં બોમ્બ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બની ધમકી મળતાં જ સમગ્ર પરિસરમાં ભય ફેલાયો હતો.
ગઈકાલે વડોદરામાં નવરચના સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે ડોગ સ્ક્વોર્ડ સાથે સ્કૂલમાં તપાસ હાથ ધરી હતી. બોમ્બની ધમકીને પગલે સ્કૂલને બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરામાં એર ઈન્ડિયાની ફ્લાઈટને પણ ગઈકાલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. CISFએ ધમકી આપનાર મુસાફરને પકડ્યો હતો. ફ્લાઈટમાં જતા એક મુસાફરે ધમકી આપી હતી. ફ્લાઈટની તપાસમાં કાઈ વાંધાજનક નહીં મળતા વડોદરાથી દિલ્હી માટે ફ્લાઈટ રવાના થઈ હતી.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026