ટ્રુડો બરાબરના ફસાયા, તેમના જ સાંસદે જાહેરમાં ટીકા કરી રાજીનામું માગ્યું
October 16, 2024

ટોરોન્ટો : પોતાની સત્તા બચાવવા માટે ભારત વિરોધી નિવેદનો આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ વતનમાં ઘેરાયા છે. પ્રજા અને સાંસદોની અસહમતિના કારણે ભારત પર આકરા પ્રહારો કરી શીખોની વસ્તીને આકર્ષિત કરવામાં વ્યસ્ત ટ્રુડોથી તેમનો જ પક્ષ ત્રસ્ત બન્યો છે. લિબરલ પાર્ટીના 20 જેટલા સાંસદો ટ્રુડોને રાજીનામુ આપવા માગ કરી રહ્યા છે. જેમાં એક સાંસદે જાહેરમાં જ ટ્રુડો પાસે રાજીનામું માંગી લીધુ છે. લિબરલ પાર્ટીના એક સાંસદે મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જે સંદેશ હું જોરશોરથી રજૂ કરવા માગુ છું, તે સમયની સાથે વધુ દ્રઢ બનશે, તે સંદેશ છે તેઓ (ટ્રુડો) હવે જશે, તેમનો જવાનો સમય આવી ગયો છે અને હું સહમત છું. ગત સપ્તાહે પાર્ટીના 20 જેટલા સાંસદોએ બેઠક યોજી લીડરશીપમાં પરિવર્તન લાવવાના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. વધુમાં સાંસદે કહ્યું કે, ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપી દેવુ જોઈએ, કારણકે, તેમની પસંદગી મતદારોએ કરી હતી. અને તેઓ હવે વડાપ્રધાનને નાપસંદ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે કે, ટ્રુડો રાજીનામુ આપે. છેલ્લા નવ વર્ષમાં ટ્રુડોનું કામ પરિવર્તનશીલ રહ્યું છે, પરંતુ મતદારો હવે ટ્રુડોની વાત સાંભળી રહ્યા નથી. લિબરલ પક્ષના અન્ય 30થી 40 સાંસદો પણ ટ્રુડો પાસે રાજીનામુ આપવાની માગ કરી રહ્યા છે. પરંતુ તેઓએ સત્તાવાર જાહેરાત કરી નથી. તેમને ચૂંટણી પહેલાં જ પદ છોડવા અને લિબરલ્સના અન્ય ઉમેદવારને નેતૃત્વ કરવાની તક આપવાનો આગ્રહ કરાયો છે. જૂનમાં ટોરેન્ટો-સેન્ટ પોલની પેટાચૂંટણીમાં હાર બાદ પાર્લિયામેન્ટ હિલમાં આયોજિત બેઠકમાં ટ્રુડોએ ભાગ લીધો ન હતો.
Related Articles
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
Trending NEWS

ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટકા ટેરિફ લગ...
09 July, 2025

પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત્સલા'નું અ...
09 July, 2025
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્સફોર્મેશન...
09 July, 2025

9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બા...
08 July, 2025

'પંચાયત'ની રિંકીએ KISSથી કર્યો ઈનકાર, 'સચિવજી'એ કહ...
08 July, 2025

ICC ને મળ્યાં નવા CEO, જાણો કોણ છે સંજોગ ગુપ્તા? 2...
08 July, 2025

બુમરાહની એન્ટ્રી થતાં જ ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીન...
08 July, 2025

પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્ટ કરવાની ત...
08 July, 2025

દુનિયા બદલાઈ ગઈ, હવે કોઈ શહેનશાહનું રાજ નહીં ચાલે:...
08 July, 2025

બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દીવાલ ધરાશા...
08 July, 2025