ભાવનગર જિલ્લામાં બેની હત્યા, બાઈક સાથે યુવકની લાશ મળી
November 10, 2024
રાણી અને ગુજરડા ગામની વચ્ચેના વિસ્તારમાં બાઈક સાથે યુવકની લાશ મળી
ભાવનગર : ભાવનગર જિલ્લામાં મારામારી અને હત્યાની ઘટના દિવસે-દિવસે વધી રહી છે, ત્યારે રાણી અને ગુજરડા ગામ વચ્ચેના વિસ્તારમાં યુવકની લાશ મળી આવી છે. ઘટના અંગે પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેમાં પી.એમ. રીપોર્ટ આવ્યાં પછી હત્યા કે અકસ્માતનો ખુલાસો થશે. જ્યારે જિલ્લાના સિહોરમાં મારામારીની ઘટનામાં આધેડનું મોત થયું છે, જેમાં સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાણી અને ગુજરડા ગામની વચ્ચેના વિસ્તારમાં બાઈક સાથે યુવકની લાશ મળી આવી છે. જેમાં તોહિતખાન બલોચ નામના 22 વર્ષીય યુવકની ગઈકાલે શનિવારે રાત્રિના સમયે હત્યા થઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ મામલે યુવકને કોઈએ મારીને ફગાવી દીધો હોવાની જેસર પોલીસના પીએસઆઈએ આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે વધુ ખુલાસો થઈ શકે છે. સમગ્ર ઘટનાને લઈને જેસર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના સિહોરના ટોડી ગામે મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં એક આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યારે તેમનું બે દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
મળતી માહિતી પ્રમાણે, ટોડી ગામે રહેતા અશોક નારણ બલિયા અને તેના ભાઈ ગોકુળ નારણ બલિયાએ આધેડને પ્લોટ વહેંચ્યો હતો. આ પછી બંને ભાઈઓ આધેડ પાસેથી પ્લોટને પરત માગીને ધમકી આપતાં હતા, જ્યારે બે દિવસ પહેલા આરોપીએ આધેડ સાથે મારામારી કરીને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર માર્યો હતો. જેમાં આધેડને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ, 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ, 30 જુલ...
Jul 29, 2026
સુરતમાં શાળાની ઘોર બેદરકારી: ધાબા પર ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત
સુરતમાં શાળાની ઘોર બેદરકારી: ધાબા પર ગયે...
Jul 28, 2026
અમદાવાદમાં વરસાદથી હાલાકી: થલતેજ નજીક એસજી હાઇવેના સર્વિસ રોડ પર ભરાયા પાણી
અમદાવાદમાં વરસાદથી હાલાકી: થલતેજ નજીક એસ...
Jul 27, 2026
ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ
ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી,...
Jul 26, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 26, 2026
વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી! 78 ગોડાઉનમાં 15 ફૂટ પાણી!
વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણ...
Jul 25, 2026
Trending NEWS
29 July, 2026
29 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
27 July, 2026
27 July, 2026
27 July, 2026
27 July, 2026