વાપી: ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યામાંડી 16 ગેંગના બે શાર્પ શૂટરોને દબોચ્યા

July 23, 2023

વાપી: જિલ્લાના અતિશય બહુચર્ચિત વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના શાર્પશૂટર ઝડપાઇ ગયા છે. ગત મે મહિનામાં થયેલી ભાજપના અગ્રણીની ધોળે દહાડે હત્યાના મામલામાં વલસાડ જિલ્લા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબી પોલીસની ટીમે ઉત્તર પ્રદેશની કુખ્યાત ડી 16 ગેંગના બે શાર્પ શૂટરોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.
ગત મે મહિનાની આઠમી તારીખે વલસાડ જિલ્લામાં સનસની હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાપીના છેવાડે આવેલા કોચરવામાં રહેતા અને વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલની રાતા શિવ મંદિરની સામે જ ફાયરિંગ કરી અને સંસનીખેજ હત્યા થઈ હતી. મૃતક શૈલેષ પટેલ પરિવાર જેનો સાથે મંદિર દર્શન કરવા ગયા હતા. પરિવારજનો મંદિરમાં દર્શન કરતા હતા, જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં બેસી મોબાઈલમાં વ્યસ્ત હતા. એ વખતે જ અજાણા ત્રણ સક્શો એ આવી અને ધડાધડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતાં.


બનાવ બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. રાજકારણ પણ ગરમાતા વલસાડ જિલ્લા પોલીસે મૃતક શૈલેષ પટેલના પરિવારજનોની આક્ષેપ મુજબ વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, શરદ ઉર્ફે સદીયો પટેલ, અજય ગામીત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનુ સિંગ રાજપુત વિરુદ્ધ ગુનો દાખલ કરી. ગણતરીના સમયમાં જ તેમની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ કરેલી આગવી ઢબે પૂછપરછમાં શૈલેષ પટેલની હત્યા મામલે ચોકાવનારો ખુલાસો થયો હતો. જે તે સમયે વાપી પોલીસે આ હત્યાકાંડના માસ્ટર માઇડ શરદ પટેલ સહીત 8 ઈસમોની ધરપકડ કરી હતી. જોકે આ મર્ડરને અંજામ આપનાર શાર્પ શૂટરો પોલીસ પકડથી દૂર હતા. ત્યારે 3 માંથી 2 શાર્પશૂટરને વાપી પોલીસે યુ.પીથી દબોચી લીધા છે. 


શૈલષ પટેલ પર પોઇન્ટ બ્લેક રેન્જ થી ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ માટે વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં રેડ કરી હતી. આ દરમિયાન જ શાર્પ શૂટર વૈભવ યાદવ અને દિનેશ ગૌન્ડને ઝારખંડના ધનબાદ જિલ્લા પોલીસે ફાયર આર્મ સાથે ધરપકડ કરી હતી. આથી વલસાડ પોલીસને જાણ થતાં જ આ બંને શાર્પ શૂટરોને ટ્રાન્સફરન્ટ વોરંટના આધારે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.