કેન્યાની સરકારે કેમ બનાવ્યો 10 લાખ 'ભારતીય' કાગડાઓને મારી નાંખવાનો પ્લાન?

June 14, 2024

નેરૌબી : કેન્યા સરકારે 6 મહિનામાં 10 લાખ ભારતીય કાગડાઓને મારી નાખવાનો આદેશ કર્યો છે. કેન્યા વન્યજીવન સેવાના કહેવા મુજબ 'ઇન્ડિયન હાઉસ ક્રો' વિદેશી પક્ષી છે. જે ઘણાં દાયકાઓથી અહીં રહેતા લોકોને હેરાન કરી રહ્યા છે. 
કેન્યા વન્યજીવન સેવાએ 2024ના અંત સુધીમાં કેન્યાના દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા 10 લાખ કાગડાઓને મારવાની જાહેરાત કરી છે. કાળા કાગડાઓ ભારતીય મૂળના પક્ષી છે. જે 1940ની આસપાસ પૂર્વી આફ્રિકાથી અહીં પહોચ્યા હતા. ત્યારથી તેમની સંખ્યા સતત વધી રહી છે. તેઓ આક્રમક પણ બનતા જાય છે. કેન્યા સરકારનું કેહવું છે કે આ વિદેશી કાગડાઓને લીધે પ્રાદેશિક પક્ષીઓની સંખ્યા ખુબ ઓછી થઇ ગઈ છે. જેમાં સ્કેલી બેબલર્સ, પાઈક ક્રોજ, માઉસ કલર્ડ સનબર્ડ, કોમન વેક્સીબીલ્સ અને પાણી પાસે રહેતા પક્ષીઓનો સમાવેશ થાય છે. કાગડાઓને સિલોન, કોલંબો, ગ્રે નેકડ નામ પરથી પણ ઓળખાય છે. તેમની લંબાઈ 40 સેન્ટીમીટરની આસપાસ હોય છે. અને  ખાસિયતમાં માથું, ગળું અને છાતી કાળી અને ચમકદાર હોય છે. પાંખ, પૂછ અને પગ કાળા રંગના હોય છે. વિસ્તાર મુજબ કાગડાઓના રંગમાં ફેરફાર હોઈ શકે છે.