યુપીની મઉ જિલ્લા જેલમાં 13 કેદીઓ HIV પોઝિટિવ

March 10, 2025

ઉત્તર પ્રદેશની મઉ જિલ્લા જેલમાં બંધ 13 કેદીઓ HIV પોઝિટિવ મળી આવ્યા છે. જેના કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ 13 કેદીઓમાંથી 10 બલિયાના છે. જ્યારે ત્રણ મઉ જિલ્લાના છે. બલિયા જેલ હાલમાં નિર્માણાધીન હોવાથી, ત્યાંના કેદીઓ હાલમાં મઉ જેલમાં બંધ છે. આ કિસ્સામાં, જેલ અધિક્ષકે જણાવ્યું હતું કે મઉ જેલમાં બંધ તમામ પુરુષ અને સ્ત્રી કેદીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે.

શંકાસ્પદ જણાતા કેદીઓને જિલ્લા હોસ્પિટલમાં સ્થિત એઆરટી સેન્ટરમાં પરીક્ષણ દ્વારા પુષ્ટિ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં, આ તમામ HIV પોઝિટિવ કેદીઓ જિલ્લા જેલમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. જેલ અધિક્ષક આનંદ શુક્લાના જણાવ્યા અનુસાર, આ HIV પોઝિટિવ કેદીઓમાંથી કેટલાકે બલિયાના દાદરી મેળામાં ટેટૂ કરાવ્યા હતા. જ્યારે કેટલાક કેદીઓ ડ્રગ્સના વ્યસની હોવાથી ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેતા હતા. આ કારણે તેના HIV પોઝિટિવ હોવાની પણ શક્યતા છે