ન્યૂયોર્કના જંગલોમાં ભભૂકી ઉઠી આગ, લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ

March 10, 2025

અમેરિકા હજુ લોસ એન્જલસની આગ ભૂલી શક્યું નથી ત્યાં તો શનિવારે ન્યૂયોર્કમાં ફરી એકવાર જંગલમાં આગ ભભૂકી ઉઠી. 8 માર્ચના રોજ ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગી હતી. શનિવારે બપોરે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. મળતા અહેવાલો અનુસાર વેસ્ટહેમ્પ્ટન સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા હતા.

આગની ગંભીરતાને જોઈને નજીકના ઘણા શહેરોના અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને તાત્કાલિક વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગયુ છે. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ શનિવારે સવારે 1 વાગ્યા પછી સેન્ટર મોરિચેસ, ઇસ્ટ મોરિચેસ, ઇસ્ટપોર્ટ અને વેસ્ટહેમ્પ્ટનમાં લાગેલી ભીષણ આગએ લોંગ આઇલેન્ડના ઇસ્ટ એન્ડના મોટા ભાગને પોતાની લપેટમાં લઈ લીધો છે.