અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી: વધુ એક ગુજરાતી યુવકનું મોત, નિકારાગુઆથી US લઈ જવાનો હતો એજન્ટ
March 10, 2025

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો એક યુવક પોતાની પત્ની અને એક બાળક સાથે ગેરકાયદેસર અમરિકામાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ તેની પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકે પોતાની જમીન વેંચી અને એક કરોડથી વધુની રકમ એજન્ટને આપી હોવાનું સામે આવ્યું છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મામલે વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના રહેવાસી દિલિપ પટેલ નામના યુવકે પોતાની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે એજન્ટોનો સહારો લીધી હતો. મળતી માહિતી મુજબ, એકથી દોઢ મહિના પહેલા યુવકને નિકારાગુઆથી અમેરિકા પહોંચડવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી. આ પછી યુવક તેની પત્ની અને બાળક સાથે રવાના થયો હતો. જો કે, નિકારાગુઆ ખાતે યુવકની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નિકારાગુઆમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ડાયાબિટિસની દવા ન મળતા યુવક કોમામાં જતો રહ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે યુવકનું મોત નીપજતાં મૃતક યુવકના પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક યુવકનો પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યું છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે એજન્ટો દ્વારા મૃતકની માતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
Related Articles
'પાલતુ શ્વાન જેવી છે ED, જ્યાં ઈચ્છે ત્યાં મોકલી દે છે..', કોંગ્રેસ સાંસદનું વિવાદિત નિવેદન
'પાલતુ શ્વાન જેવી છે ED, જ્યાં ઈચ્છે ત્ય...
Mar 10, 2025
ભાજપના 'જય શ્રી રામ' ના નારાનો તોડ શોધ્યો ઉદ્ધવે, કહ્યું - 'જય શિવાજી, જય ભવાની' કહી જવાબ આપજો
ભાજપના 'જય શ્રી રામ' ના નારાનો તોડ શોધ્ય...
Mar 10, 2025
મતદાર યાદીનો મુદ્દો લોકસભામાં ગૂંજ્યો, રાહુલ ગાંધીની કેન્દ્રને અપીલ, ચર્ચા તો થવી જોઈએ...
મતદાર યાદીનો મુદ્દો લોકસભામાં ગૂંજ્યો, ર...
Mar 10, 2025
છત્તીસગઢમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા
છત્તીસગઢમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પ...
Mar 10, 2025
મુંડન કરાવા જતા પરિવારને નડ્યો અકસ્માત, 7ના મોત, 14 ઘાયલ
મુંડન કરાવા જતા પરિવારને નડ્યો અકસ્માત,...
Mar 10, 2025
યુપીની મઉ જિલ્લા જેલમાં 13 કેદીઓ HIV પોઝિટિવ
યુપીની મઉ જિલ્લા જેલમાં 13 કેદીઓ HIV પોઝ...
Mar 10, 2025
Trending NEWS

10 March, 2025

10 March, 2025

10 March, 2025

10 March, 2025

10 March, 2025

10 March, 2025

10 March, 2025

10 March, 2025

10 March, 2025

09 March, 2025