નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પ સહિત 338 દાવેદાર નોમિનેટ, જાણો કઈ-કઈ હસ્તી રેસમાં સામેલ

March 08, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વખતે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા છે. તેમને ગયા વર્ષે પણ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતાં. બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પસંદ થયા બાદથી ટ્રમ્પ વિદેશ નીતિ સંબંધિત ઘણા નિર્ણય લઈ રહ્યાં છે. જેની અસર સમગ્ર દુનિયા પર નિશ્ચિત રીતે પડી છે પરંતુ ત્રણ વર્ષથી ચાલુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરાવવા અને ઈઝરાયલ હમાસ સંઘર્ષ સમાપ્ત કરવાને લઈને જે રીતે તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે તેને જોતાં ટ્રમ્પને નોમિનેટ કરવા મહત્ત્વપૂર્ણ છે.  નોર્વેજિયન નોબેલ સંસ્થાએ જાહેરાત કરી છે કે 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે 338 ઉમેદવાર નોમિનેટ છે, જેમાંથી 244 વ્યક્તિ અને 94 સંગઠન છે. પુરસ્કાર માટે નોમિનેટ મુખ્ય હસ્તીઓમાં પોપ ફ્રાન્સિસ, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને નાટોના પૂર્વ મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગ પણ સામેલ છે. 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટની અંતિમ તારીખ 31 જાન્યુઆરી હતી. ગયા વર્ષે 286 ઉમેદવાર નોમિનેટ હતાં. 2016માં સૌથી વધુ 376 ઉમેદવાર નોમિનેટ થયા હતા. નોબેલ સમિતિ નામાંકિત વ્યક્તિઓના નામોની પુષ્ટિ કરતું નથી. નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ વ્યક્તિઓની યાદી પુરસ્કાર આપવાના 50 વર્ષ બાદ જાહેર કરવામાં આવે છે પરંતુ મીડિયામાં સૂત્રોથી આ નામોને લઈને જાણકારીઓ આવતી રહે છે. ઘણી વખત ઉમેદવારોને નોમિનેટ કરનાર વ્યક્તિ જેમાં સાંસદ, પૂર્વ પુરસ્કાર વિજેતા અને અમુક શિક્ષણવિદ સામેલ છે. આ વિશે જાણકારી આપે છે. અમેરિકન કોંગ્રેસના સભ્ય ડેરેલ ઈસ્સાએ એક્સ પર કહ્યું કે 'અમે ટ્રમ્પને નોમિનેટ કર્યા છે. આ નોમિનેટ પશ્ચિમ એશિયામાં ટ્રમ્પના રાજદ્વારી પ્રયાસોના આધારે કરવામાં આવે છે. નોર્વેજીયનના સાંસદોએ જણાવ્યું કે 'અમે સ્ટોલટેનબર્ગ, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને પોપ ફ્રાન્સિસને આ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. પોપ ફ્રાન્સિસ શાંતિના મુખ્ય સમર્થક રહ્યાં છે. ખાસ કરીને યુક્રેન અને ગાઝા જેવા યુદ્ધક્ષેત્રોમાં. નોર્વેજીયની નોબેલ સમિતિ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓને પસંદ કરે છે. સમિતિમાં સ્ટાર્ટિંગ (નોર્વેજીયન સંસદ) દ્વારા નિયુક્ત પાંચ સભ્ય હોય છે. નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત ઓક્ટોબરમાં થાય છે. નોબેલ શાંતિ પુરસ્કાર માટે મહરંગ બલૂચ પણ નોમિનેટ પાકિસ્તાનમાં માનવાધિકાર માટે અવાજ ઉઠાવનારી અને બલૂચ યકજેહતી સમિતિના ઓર્ગેનાઈઝર મહરંગ બલૂચને પણ 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.'