તમન્નાએ લગ્ન માટે જીદ પકડતાં બ્રેક અપ થયાની ચર્ચા

March 08, 2025

મુંબઇ : તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે થયેલાં બ્રેક અપ માટે તમન્નાએ લગ્ન માટે પકડેલી જીદ જવાબદા હોવાનું કારણ સામે આવ્યું છે.  તમન્ના અને વિજયે બ્રેક અપ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને વચ્ચે લાંબા સમયથી મતભેદ થયા કરતા હતા. તેઓ કામમાં વધુ વ્યસ્ત હોવાને કારણે એકબીજાને સમય  આપી શકતાં ન હતાં. તમન્નાના પરિવારજનો તમન્નાને લગ્ન કરી નાખવા માટે પ્રેશર કરતા હતા.

જોકે વિજય વર્મા હાલ ઓટીટી સહિત અન્ય કેટલાક પ્રોજેક્ટસને કારણે લગ્ન કરવાની ઉતાવળમાં ન હતો. આ મુદ્દે બંને વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા. જોકે, તમન્ના અને વિજય વચ્ચે કોઈ કડવાશ નથી. તેઓ હજુ પણ સારા મિત્રો બની રહેશે.

અગાઉ દિશા પટાણી અને ટાઈગર શ્રોફના કિસ્સામાં પણ દિશાએ લગ્નની જીદ પકડી હતી પરંતુ ટાઈગર તે માટે તૈયાર ન હોવાથી તેમનું બ્રેક અપ થયું હતું. હવે એ જ વાતનું તમન્ના અને વિજય વર્માના કિસ્સામાં પુનરાવર્તન થઈ ગયું છે.