પેરિસમાં રેલવે ટ્રેક પાસે 'બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ' મળતા ટ્રેન સેવા બંધ કરાઈ

March 08, 2025

ફ્રાંસની રાજધાની પેરિસમાં રેલ્વે ટ્રેક નજીક બીજા વિશ્વયુદ્ધના સમયના બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તપાસ ટીમ ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ કરી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હાલનો બોમ્બ જીવતો છે કે નહીં તે બ્લાસ્ટ કરવામાં સક્ષમ નથી. આ દરમિયાન રેલવે ટ્રેક પર બોમ્બ હોવાના સમાચાર મળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.

ફ્રેન્ચ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, રેલ્વે ટ્રેક પર બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળ્યા બાદ શુક્રવારે લંડન અને ઉત્તર તરફ જતી તમામ યુરોસ્ટાર ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી. સાથે જ તમામ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. જેના કારણે મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો છે. વિવિધ રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે.

રેલવે ટ્રેક પરથી મળેલા બોમ્બની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે હજુ વધુ વિગતો આપવામાં આવી નથી. પરંતુ રેલ્વે સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. યુરોસ્ટાર બ્રિટનની ટ્રેન સેવા છે. ફ્રાન્સના રાષ્ટ્રીય રેલ ઓપરેટર એસએનસીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસની વિનંતી પર ગારે ડુ નોર્ડ ખાતેનો ટ્રાફિક સવાર સુધી બંધ કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમે મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા વિનંતી કરીએ છીએ.