અમેરિકામાં 150 ગુજરાતીઓ ઝડપાયા: મેક્સિકો બોર્ડરથી કરી રહ્યા હતા પ્રવેશ

July 27, 2024

મેકિસકો : દિન પ્રતિદિન અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં જવાની ઘેલછા વધી રહી છે જેના કારણે ઘણા લોકો કાયદો તોડીને પણ દેશમાં ઘૂસી જવાનો રસ્તો અપનાવી રહ્યા છે. આવી ગેરરીતિમાં એજન્ટો સૌથી વધુ પૈસાની કમાણી કરી રહ્યા છે. એવામાં ફરીથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 150 ગુજરાતીઓ ઝડપાયા હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. 
મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ખોટી રીતે ઘૂસવાનો પ્રયાસ કરવામાં 150 ગુજરાતીઓ ઝડપાયા છે. આ તમામ ગુજરાતીઓને ભારત ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે આ 150 ગુજરાતીઓ મેક્સિકોથી અમેરિકામાં ચાલતા જ ઘૂસી રહ્યા હતા અને ઝડપાઇ ગયા. મેક્સિકો બોર્ડરથી મોટી સંખ્યામાં અનેક દેશથી લોકો અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી મેક્સિકો બોર્ડર પર કડકાઇ વધારવા માટે નિવેદન આપતા રહ્યા છે. જે 150 ગુજરાતીઓ ઝડપાયા છે તે મૂળ કયા જિલ્લાના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા અહેવાલ પ્રમાણે મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતનાં છે.