બેન્ક ખાતા ફ્રીઝ થતાં લોકોના 1600 કરોડ અટવાયા, રિફંડમાં લાલિયાવાડી
August 11, 2025

એક સમયે લોકોના ઘરમાં ઘુસીને ચોરી કે રસ્તાઓ ઉપર લૂંટફાટ થતી હતી. પણ, આધુનિક જમાનામાં સાયબર ક્રાઈમએ નવુ ચોરી-લૂંટફાટનું નવુ સ્વરૂપ ધારણ કર્યું છે. નેટ બેન્કિંગના જમાનામાં સાયબર ચાંચિયાઓ એ હદે બેફામ બન્યાં છે કે, સવા ત્રણ વર્ષમાં ભારતના નાગરિકોના 145 અબજ રૂપિયાની ચોરી કરી છે. કેન્દ્રીય ગૃહવિભાગના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમની તપાસ કરતી પોલીસે સરેરાશ 10 ટકા બેન્ક ખાતાંઓ ફ્રીઝ કરતાં લોકોના 16 અબજ રૂપિયા અટવાયાં હતાં. આ મુદ્દે હોબાળો મચતાં ફ્રીઝ કરેલી રકમ એટલે કે લિયન એમાઉન્ટ છૂટ્ટી કરવા ઉચ્ચ સ્તરેથી આદેશો કરવા પડ્યા હતા. કમનસીબી એ છે કે, સાયબર ગુનો આચરતી ટોળકીનો ભોગ બનેલાં અનેક નાગરિકોને પોતાના પૈસા પાછા મેળવવા માટે પોલીસને 10થી 30 ટકા જેટલી રકમનું નૈવેદ્ય ધરવું પડતી હોવાની લોક ફરિયાદો હજુ પણ ઉઠી રહી છે.
સાયબર ક્રાઈમના પડકારને પહોંચી વળવા માટે હવે દેશના તમામ રાજ્યોમાં કુલ 773 જિલ્લાના 13279 પોલીસ સ્ટેશનોમાં સાયબર ક્રાઈમના ગુના નોંધવા અને તેને રોકવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. નેશનલ લેવલે સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપરાંત દરેક રાજ્યમાં સ્ટેટ લેવલના સાયબર ક્રાઈમ સેલ અને રાજ્યોમાં જિલ્લા તેમજ મોટા શહેરોમાં સાયબર ક્રાઈમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યાં છે. આમ છતાં, વિદેશથી સંચાલન કરીને સાયબર ક્રાઈમ આચરતી ટોળકીઓ ભારતમાંથી સામાન્ય નાગરિકોના અબજો રૂપિયા પડાવી લે છે.
વર્ષ 2021થી માર્ચ-2024 સુધી ભારતમાં સાયબર ક્રાઈમની કુલ 21.61 લાખ ફરિયાદો નોંધાઈ. તેમાં નાગરિકોએ 145 અબજ રૂપિયા ગુમાવ્યાં છે. નાગરિકોની ફરિયાદના પગલે આ પૈસા પરત મેળવવા માટે જે બેન્ક ખાતાંમાં પૈસા ગયાં હોય તેને ફ્રીઝ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાય છે. દેશમાં ઈ-ચીટિંગથી ગુમાવેલા પૈસામાંથી સરેરાશ 10 ટકા રકમ લિયન એટલે કે શંકાસ્પદ બેન્ક ખાતાંઓમાં ફ્રીઝ કરવામાં આવે છે. ફ્રીઝ કરાયેલાં 16 અબજ રૂપિયા બેન્ક ખાતાંઓમાં અટવાયેલાં પડ્યાં છે.
Related Articles
મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત
મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલ...
Aug 30, 2025
'BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મોટો અવરોધ...' પુતિનનું મોટું નિવેદન
'BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રત...
Aug 30, 2025
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ...
Aug 30, 2025
ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો
ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહ...
Aug 30, 2025
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ...
Aug 30, 2025
ફરી ચર્ચામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પેન્શન માટે કર્યુ અપ્લાય
ફરી ચર્ચામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધન...
Aug 30, 2025
Trending NEWS

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

29 August, 2025