સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત

April 21, 2025

રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં વડોદરામાં આવેલી ગોલ્ડન ચોકડી પાસે મોડી રાત્રે સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે સાત લોકોને ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 

સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે સાત લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.