સરધાર પાસે અકસ્માત, ગોંડલમાં માતા-પુત્રી સહિત ચારની એક સાથે અંતિમયાત્રા નીકળી

April 20, 2025

સરધાર- ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટના વધી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે શનિવારે (19 એપ્રિલ, 2025) રાજકોટના સરધાર-ભાડલા રોડ પર ગંભીર અકસ્માતની ઘટનામાં ગોંડલના એક જ કુટુંબના બાળકો સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનામાં અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી. જ્યારે આજે રવિવારે (20 એપ્રિલ, 2025) ગોંડલમાં માતા-પુત્રી સહિત ચાર લોકોની એક સાથે અંતિમયાત્રા નીકાળતા શહેર શોકમય માહોલ છવાયો હતો. 
રાજકોટના સરધાર-ભાડલા રોડ નજીક ભૂપગઢ પાસે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને કાર વચ્ચે ટક્કર બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અલ્ટો કારમાં સવાર માતા-પુત્રી સહિત ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં મોત થનાર અને ઈજાગ્રસ્ત ગોંડલના હતા, ત્યારે આજે રવિવારે ચાર લોકોની એક સાથે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. મૃતક હેમાંશી સરવૈયાના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. જ્યારે મૃતક મહિલાના પતિ પણ ઈજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ છે, ત્યારે તેમના દિયરે મૃતકોને અગ્નિદાહ આપ્યો હતો.
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બે કાર વચ્ચે અકસ્માત બાદ બંને કારમાં આગ ફાટી નીકળી હતી. ઘટનામાં માતા-પુત્ર સહિત ચારના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં મોત થનારા અને ઈજાગ્રસ્ત ગોંડલના હોવાનું સામે આવ્યું હતું. 

- મૃતકોની યાદી 
- નિરુબહેન અતુલભાઈ મકવાણા, (ઉં.વ. 35)
- હેમાંશી શાહીલ સરવૈયા, (ઉં.વ. 22)
- મિત અશોકભાઈ સાકરીયા, (ઉં.વ. 12)
- હેતવી અતુલભાઈ મકવાણા, (ઉં.વ. 3)