આઈવરી કોસ્ટમાં ભયંકર માર્ગ અકસ્માત, ટક્કર બાદ આગમાં લપેટાઈ બસ, 26નાં મોત, 28 ઈજાગ્રસ્ત

December 07, 2024

પશ્ચિમ આફ્રિકી દેશ આઈવરી કોસ્ટના આબિદજાનમાં એક ભયાનક અકસ્માત સર્જોય હતો. જ્યા બે બસો વચ્ચેની ટક્કરમાં 26ના મૃત્યુ નિપજ્યાં છે અને 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હેવ  આ દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

અહેવાલો અનુસાર, બંને બસો વચ્ચે ટક્કર બાદ ભયંકર આગ લાગી હતી. જેમાં મૃત્યુ પામેલા 26 લોકોમાંથી દસ લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માત બાદ પરિવહન મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પરિવહન મંત્રીએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરીને વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ આફ્રિકાના દેશમાં ખરાબ રસ્તાઓ અને બેદરકાર ડ્રાઈવિંગને કારણે રોડ અકસ્માતો સામાન્ય છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દર વર્ષે આવા અકસ્માતોમાં એક હજારથી વધુ લોકો જીવ ગુમાવે છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે અત્યાર સુધી લેવાયેલા પગલાં બિનઅસરકારક જણાય છે.