કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, 100નાં મોતની આશંકા

December 25, 2024

કઝાકિસ્તાનના અક્તૌ એરપોર્ટની નજીકમાં જ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. આ વિમાનમાં સવાર 67 પેસેન્જર્સ અને 5 ક્રૂ સભ્યો સહિત તમામના મોત થયા હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગ કરતી વખતે જ અચાનક વિમાન ક્રેશ થઇ જતાં અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. આ વિમાનમાં 110 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. વિમાન દુર્ઘટનાનો દર્દનાક વીડિયો જોતાં લાગી રહ્યું છે કે, તમામના મોત નીપજ્યા હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયા જઇ રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના પછી   ઈમરજન્સી લેન્ડિંગ કરવા મંજૂરી પણ માગવામાં આવી હતી. જોકે   આ દરમિયાન જ વિમાન ક્રેશ થઇ ગયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મધ્ય એશિયાઈ દેશના ઈમરજન્સી મંત્રાલયના હવાલાથી જણાવાયું કે વિમાન દુર્ઘટનામાં અમુક લોકો જીવતા બચી ગયા હતા. હાલમાં તમામ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.