સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં ક્રિસમસ ઉજવતાં વિવાદ, મોટા ષડયંત્રનો આરોપ લાગતાં NASA ફસાયું!

December 25, 2024

NASA અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર તેના સાથી ક્રૂ મેમ્બર્સ સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરી રહી છે. જેનો નાસાએ એક વીડિયો પણ શેર કર્યો છે. એક તરફ સુનિતા અને તેના સાથીદારો ISSના કોલંબસ લેબોરેટરી મોડ્યુલની અંદર સાન્ટા ટોપી પહેરીને લોકોને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. તો બીજી તરફ આ બાબતને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. 

સુનીતા અને બૂચનો ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો સામે આવતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક યુઝર્સેએ પૂછ્યું કે, 'શું તેઓ તેમની સાથે સાન્ટા ટોપી અને ક્રિસમસ ડેકોરેશન માટેનો સમાન લઈ ગયા હતા કે તેઓએ આ ત્યાં જ બનાવ્યું હતું?' તો અન્ય વ્યક્તિએ કહ્યું કે, 'શું આ એજ લોકો છે કે જૂનમાં આઠ દિવસ માટે ગયા હતા!' વળી, કેટલાક યુઝર્સે તેને 'મોટું ષડયંત્ર' ગણાવ્યું અને દાવો કર્યો કે આ તમામ ફોટો અને વીડિયો એક સ્ટુડિયોમાં ફિલ્માવવામાં આવ્યા છે.

નાસાએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'ISS પર તાજેતરમાં મોકલેલા સામાનના આ ક્રિસમસ ડેકોરેશન, સ્પેશિયલ ગીફ્ટ અને તહેવારને ધ્યાનમાં રાખીને ભોજન મોકલવામાં આવ્યું હતું. આ ડિલિવરી નવેમ્બરના અંતમાં SpaceX દ્વારા કરવામાં આવી હતી.