બાંગ્લાદેશમાં ક્રિસમસ પર ખ્રિસ્તીઓને નિશાન બનાવાયા, 17 લોકોના મકાનોને આગ ચાંપી દેવાઈ

December 26, 2024

બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સમસ્યાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ વખતે હિન્દુઓને બદલે ખ્રિસ્તી સમુદાયના લોકો નિશાન બન્યા છે. અહીં બંદરબનમાં ક્રિસમસના એક દિવસ પહેલા ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યાનો દાવો કરાયો છે. 

આ ઘટના બંદરબન જિલ્લાના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટમાં સ્થિત સરાઈ યુનિયનમાં બની હતી. અહેવાલ મુજબ, આ હુમલો ત્યારે થયો જ્યારે અહીં રહેતા ત્રિપુરા સમુદાય (ખ્રિસ્તીઓ) ના લોકો નજીકના ગામમાં નાતાલની પ્રાર્થનામાં ભાગ લેવા માટે ગયા હતા, કારણ કે તેમના ગામમાં કોઈ ચર્ચ ન હતું.