પોરબંદરમાં હિટ એન્ડ રનમાં એક યુવતીનું મોત, 3 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

November 21, 2023

પોરબંદરમાં હિટ એન્ડ રનમાં એક યુવતીનું મોત થયુ છે. જેમાં શિવાની લાખાણી નામની યુવતીનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. કારચાલકે 3 બાઇકને અડફેટે લીધા હતા. તેમાં અકસ્માત કરી કારચાલક કાર લઇ ફરાર થયો હતો. તેમાં એક યુવતીનું મોત થયુ તેમજ 3 ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે.

પોલીસે હીટ એન્ડ રન મામલે તપાસ શરૂ કરી છે. જેમાં કાર ચાલકે એક બાઇક અને બે સ્કૂટર હડફેટે લીધા હતા. જેમાં એક ટ્રાફિક જવાન શિવાની લાખાણી નામની યુવતીનું મોત થયુ છે. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનાના પગલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લોકોનો જમાવળો શરૂ થયો છે. તથા પોલીસે હિટ એન્ડ રન મામલે તપાસ શરૂ કરી છે.