અફઘાની સ્ટાર રાશિદ ખાન સામે કહેર બનીને વરસ્યો વિન્ડિઝનો તોફાની બેટર

August 12, 2024

'ધ હંડ્રેડ 2024' ટુર્નીનામેન્ટની 10 ઓગસ્ટે યોજાયેલી મેચમાં પોલાર્ડ સધર્ન બ્રેવ (મેઈન)ની ટીમ તરફથી રમી રહ્યો હતો. તે જ મેચમાં રાશિદ ખાન ટ્રેન્ટ રોકેટ્સ (મેઈન) ટીમની આગેવાની કરી રહ્યો હતો. આ મેચમાં પોલાર્ડે રાશિદ ખાન સામે 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને મેચ જીતવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ મેચમાં રાશિદ ખાનની ટીમ ટ્રેન્ટ રોકેટ્સે 100 બોલમાં 126/8 રન બનાવ્યા હતા. જવાબમાં સધર્ન બ્રેવ ટીમે માત્ર 99 બોલમાં 127/8નો લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. કિરોન પોલાર્ડે  શરૂઆત ખૂબ જ ધીમી કરી હતી. તેણે પહેલા 14 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા. પરંતુ રાશીદ સામે 5 બોલમાં 30 રન કરી પોલાર્ડે 23 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં સધર્ન બ્રેવે માત્ર 99 બોલમાં 127/8નો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં કોઈ ઓવર હોતી નથી. બોલરો સેટમાં બોલિંગ કરે છે. તે સતત 5 બોલ અથવા સતત 10 બોલ ફેંકી શકે છે. કીરોન પોલાર્ડે એક સેટના તમામ 5 બોલમાં છગ્ગા ફટકારી દીધા હતા. તેણે રાશિદ ખાન સામે 81માં બોલ પર મિડ-વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ આગામી બોલને લોંગ ઓફ બાઉન્ડ્રીની બહાર કરી દીધો હતો. પોલાર્ડે પછીના બે બોલમાં લોંગ ઓફ અને મિડ-વિકેટ પર છગ્ગા માર્યા હતા. તમને અહીં જણાવી દઈએ કે, 'ધ હન્ડ્રેડ'એ  100 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેમાં ઈંગ્લેન્ડ અને વેલ્સના મુખ્ય શહેરોની ટીમો ભાગ લે છે. તે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા સંચાલિત થાય છે, આ ટુર્નામેન્ટ 2021 માં પહેલી વખત યોજાઈ હતી.