અમદાવાદ: ડમ્પરચાલકે 2 કાર, રિક્ષા અને 3 બાઈકને ટક્કર મારી, યુવાનનું મોત
October 31, 2023

અમદાવાદ: શહેરમાં જ્યાં રખડતાં ઢોર અને શ્વાનની સમસ્યાથી લોકો ત્રસ્ત છે, ત્યાં રસ્તા પર યમદૂત બનીને દોડતાં ડમ્પરની સમસ્યા હજુ ઠેરની ઠેર છે. જશોદાનગર પાસે AMCનું ડમ્પર લઈને જતો એક ડ્રાઈવર બેફામ બન્યો અને કેટલાક વાહનોને અડફેટે લઈ લીધાં. આ અકસ્માતમાં 29 વર્ષના એક યુવાને જીવ ગુમાવ્યો. રસ્તા પર તમે વાહન લઈને જતા હોવ, ત્યારે એવું માની લેવાની જરૂર નથી કે તમારી ભૂલ વિના અકસ્માત નહીં થાય. કોઈ બેફામ ડમ્પર આવીને વાહનોને અડફેટે લઈ શકે છે. અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે એક દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં સવારના સમયે ટ્રાફિક જામ હતો. ત્યાં અચાનક કચરો લઈને જતું AMCનું ડમ્પર યમદૂત બનીને ધસી આવે છે અને કેટલાક વાહનોને અટફેટે લઈ લે છે.
ડમ્પરચાલકે 2 કાર, રિક્ષા અને 3 બાઈકને ટક્કર મારી. ભારેભરખમ ડમ્પરની ટક્કર એટલી શક્તિશાળી હતી કે ટક્કર બાદ એક કારની તો દિશા બદલાઈ ગઈ. વાહનો 100 ફૂટ સુધી ઢસેડાયા...ડમ્પરની અડફેટે આવેલા ટુ વ્હીલરનો તો કચ્ચરઘાણ નીકળી ગયો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે, જ્યારે 29 વર્ષના યુવાનનું LG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. એક મહિલાનો હાથ કચડાઈ ગયો છે.
અકસ્માત બાદ લોકોએ ડમ્પરચાલક પર પથ્થરમારો કર્યો હતો. તે ભાગવાં જતો હતો ત્યાં લોકોએ તેને ઝડપી પાડ્યો, મેથી પાક આપવાની પણ કોશિશ કરી, જો કે પોલીસે ડ્રાઈવરને બચાવી લીધો અને પોતાની સાથે લઈ ગઈ. આ અકસ્માતમાં ભૂલ દેખીતી રીતે ડમ્પરચાલકની છે. જો કે સ્થાનિકોનું માનીએ તો જશોદાનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં ન આવતા અવારનવાર અકસ્માત સર્જાય છે...ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવે છે..
AMCના એક ડ્રાઈવરના બેફામ ડ્રાઈવિંગને કારણે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો. એક પરિવારે પોતાનો આધાર ગુમાવી દીધો. શ્માયલ ચાર રસ્તા પાસે રહેતાં 29 વર્ષના નિશીથ ભાવસાર વટવામાં ફેક્ટરી ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ મંગળવારે સવારે પણ ટુ વ્હીલર પર ઓફિસ જઈ રહ્યા હતા, જો કે મંગળવાર તેમના માટે અમંગળ સાબિત થયો.. નજીકના સમયમાં તેમના લગ્ન થવાના હતા, જો કે કમનસીબી એ છે કે માતાપિતાએ પોતાનો દિકરો જ કાયમ માટે ગુમાવી દીધો.
Related Articles
ગુજરાત સરકારની તિજોરી GSTથી ભરાઈ ગઈ! 24 ટકા વધારા સાથે સૌથી વધુ GST કલેક્શન
ગુજરાત સરકારની તિજોરી GSTથી ભરાઈ ગઈ! 24...
Dec 01, 2023
આર્મીના હેલિકોપ્ટરનું માંડવીમાં ઇમર્જન્સી લેન્ડિંગ, 5 જવાનનો આબાદ બચાવ
આર્મીના હેલિકોપ્ટરનું માંડવીમાં ઇમર્જન્સ...
Dec 01, 2023
સુરતના બેગમપુરા વિસ્તારમાં મળસ્કે ચોરી કરવા ઘુસેલા બે ચોરે મહિલાની હત્યા કરી
સુરતના બેગમપુરા વિસ્તારમાં મળસ્કે ચોરી ક...
Nov 30, 2023
ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા
ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવ...
Nov 29, 2023
સુરતના સચિન વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ, 24 કામદારો દાઝ્યા
સુરતના સચિન વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રીઝમા...
Nov 29, 2023
આવતા મહિનાથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે, હવે માવઠાની શક્યતા નહીવત
આવતા મહિનાથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે,...
Nov 28, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023