ભુવનેશ્વરથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ કરાઈ

August 04, 2025

એક દિવસમાં એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાની આ બીજી ઘટના છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઉડ્ડયન સલામતી નિયમનકાર DGCAએ ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત ખાનગી એરલાઈનના ઓડિટ દરમિયાન 100થી વધુ ઉલ્લંઘનો શોધી કાઢ્યા છે,

એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રવિવારે ભુવનેશ્વરથી દિલ્હી જતી ફ્લાઇટ AI500ને ટેકનિકલ સમસ્યાને કારણે રદ કરવામાં આવી છે જેના કારણે પ્રસ્થાન પહેલાં કેબિનનું તાપમાન ખૂબ વધી ગયું હતું. ભુવનેશ્વરમાં અમારી એરપોર્ટ ટીમ અસરગ્રસ્ત મુસાફરોને તેમના ગંતવ્ય દિલ્હી જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં મદદ કરી રહી છે.