આલિયા વધુ એક વાર દુલ્હનિયાં બનશે

November 20, 2023

મુંબઈ: આલિયા ભટ્ટ દુલ્હનિયાં સીરીઝની ત્રીજી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મની હાલ સ્ક્રિપ્ટ લખાઈ રહી છે એમ પ્રોડયૂસર કરણ જોહરે જણાવ્યું છે.  આલિયા ભટ્ટ અગાઉ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' તથા 'બદ્રીનાથ કી દુલ્હનિયા' એમ બે ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે 'દુલ્હનિયા' સીરીઝની ત્રીજી ફિલ્મ બની રહી છે. બોલીવૂડના મહાફલોપ કલાકાર વરુણ ધવનને પણ આ સીરીઝના બહાને વધુ એક ફિલ્મ મળશે. આલિાય ભટ્ટ હાલ પોતાના હોમ પ્રોડકશનની ફિલ્મ 'જિગરા' બનાવવામાં વ્યસ્ત છે. તે પછી તે સંજય લીલા ભણશાળીની 'બૈજૂ બાવરા'માં વ્યસ્ત થઈ જશે.