મુંબઈમાં વાયરલ ઈન્ફેક્શનથી અન્ના હજારેની તબિયત લથડી, ICUમાં દાખલ, હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ
September 01, 2026
વયોવૃદ્ધ સામાજિક કાર્યકર 89 વર્ષીય અન્ના હજારેની તબિયત લથડતા મુંબઈની બોમ્બે હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. તેઓ ગંભીર વાયરલ ઈન્ફેક્શન અને એક્યુટ ડિહાઈડ્રેશનથી પીડાતા હતા. અગાઉ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નજીક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, હાલત કથળતા વધુ સારી સારવાર માટે મુંબઈ ખસેડાયા હતા, જ્યાં ડૉ. ગૌતમ ભણસાલીની દેખરેખ હેઠળ સઘન સારવાર શરૂ થઈ હતી.
બોમ્બે હોસ્પિટલના નિષ્ણાત તબીબો તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા હતા. વિવિધ તપાસના રિપોર્ટના આધારે આગળની સારવારનો નિર્ણય લેવાનો હતો. આશરે દોઢ દાયકા પહેલા ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના ઉપવાસને કારણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલા અન્નાની તબિયતના સમાચારથી સમર્થકોમાં ચિંતા ફેલાઈ હતી.
તાજેતરમાં અન્ના દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવ્યા હતા. ગત 20 જુલાઈએ વિદ્યાર્થીઓ દ્વારા સંસદ તરફ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહી અને હિંસાની તેમણે નિંદા કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી સમસ્યાઓનું સમાધાન કરવાની અપીલ કરી હતી.
પત્રમાં અન્નાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં હિંસા, જાહેર સંપત્તિને નુકસાન અને બિનજરૂરી બળપ્રયોગ માટે કોઈ સ્થાન નથી. પેપર લીક, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને બેરોજગારી જેવા યુવાનોને સ્પર્શતા મુદ્દાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને એકતા દર્શાવવા 23 જુલાઈએ બે કલાકનું મૌન પ્રદર્શન કર્યું હતું.
Related Articles
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હરીશ રાવતનો યુ-ટર્ન, કહ્યું - કોંગ્રેસ મારા લોહીમાં
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હ...
Sep 12, 2026
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજ...
Sep 08, 2026
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સં...
Sep 08, 2026
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
Trending NEWS
11 September, 2026
11 September, 2026
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026