ઓસ્ટ્રેલિયા: રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ ગુમ થવાથી હલચલ મચી, ગંભીર બીમારી ફેલાવાનો ભય

January 29, 2023

કેનબેરા- પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલના ગાયબ થવાથી હલચલ મચી ગઈ છે. માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો છે.

સરકારે સાવધાન રહેવા માટે એલર્ટ જાહેર કરી દીધુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખનનમાં ઉપયોગ થતી એક રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ આ મહિને 10-16 જાન્યુઆરી વચ્ચે ટ્રકથી ખનન સાઈટ પર લઈ જતા સમયે ન્યૂમેન શહેર અને પર્થ શહેરની વચ્ચે ક્યાંક પડી ગઈ હતી. સુરક્ષા દળ અને રિસર્ચ ટીમ આને શોધી રહી છે. સરકારને એ વાતનો ડર છે કે ક્યાંક આને કોઈ ભૂલથી સ્પર્શી ના લે કારણ કે આ ખૂબ જોખમી છે. આને સ્પર્શવાથી ગંભીર પરિણામ ભોગવવા પડશે.


ફાયર અને ઈમરજન્સી સેવા વિભાગે કહ્યુ કે સીજિયમ - 137 યુક્ત નાના સિલ્વર કેપ્સ્યૂલ ન્યુમેનના ઉત્તરથી પરિવહન દરમિયાન ખોવાઈ ગઈ. આ રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ ખનન કાર્યોમાં કરવામાં આવે છે. આ પદાર્થના સંપર્કમાં આવવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે.