અમદાવાદમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ, એક લાખથી વધારે કાર્યકરો આવ્યા
December 08, 2024

અમદાવાદ : અમદાવાદમાં યોજાયેલા BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં દેશ વિદેશમાંથી એક લાખથી વધારે કાર્યકરો આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન માત્ર દેશના પરંતુ NRI કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમણે કાર્યક્રમ અને વિદેશમાં તેમની કામગીરી અંગેના પોતાના અનુભવ ગુજરાત સમાચાર સમક્ષ શેર કર્યા હતા. વિદેશથી આવેલા આ કાર્યકરો જે તે દેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ પ્રકારની સેવા સાથે જોડાયેલા છે. અમદાવાદ- અમેરિકાના સેન હોઝો કેર્લિફોનિયાના મંદિરમાં સેવા આપનાર શશિભાઈ બ્રહ્મભટ્ટ મંદિરની બાળ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમણે સુવર્ણ મહોત્સવમાં આવવા મળ્યું તેને અદભૂત અનુભવ ગણાવ્યો. શશિભાઈ બ્રહ્મભટ્ટ તેમના અનુભવ શેર કરતાં કહે છે કે, 'સ્ટેડિયમમાં પહોંચ્યા તો ત્યાં દરેક જગ્યાએ સાઈનબોર્ડ હતા, કાર્યકરોએ હાથ જોડીને પ્રણામ કર્યા, તેઓ તડકામાં ઉભા હતા, પ્રેમથી વાત કરી, તેમણે રસ્તો બતાવ્યો, એટલે એવું ના લાગ્યું કે અમે વિદેશથી આવ્યા છીએ, એવું લાગ્યું કે આ કાર્યકરો પણ અમને કેટલાય વર્ષોથી ઓળખે છે. અમારા માટે તેમને અદભૂત પ્રેમ જોયો. આવી સ્વીકૃતિ હોવી અને એવી જગ્યાએ આવવું કોને ના ગમે'..
છેલ્લા 32 વર્ષથી દુબઈમાં રહેતા અને અબુધાબીમાં બનેલા સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપનારા દર્શનભાઈ ભટ્ટ પણ સુવર્ણ મોહત્સવમાં આવ્યા હતા, તેમણે અબુધાબીના મંદિર વિશે રસપ્રદ વાત કરી. દર્શનભાઈએ કહ્યું કે, 'અબુધાબીમાં એક માત્ર હિન્દુ મંદિર એવા સ્વામાનારાયણ મંદિરમાં ત્યાં રહેતા ભારતના દરેક રાજ્યોના લોકો મોટી સંખ્યામાં આવે છે. જેથી હિન્દીમાં પણ સભા શરૂ કરી હતી. જેથી કરીને તેમને સમજાય. અને હવે તો અને મરાઠી તેમજ ઈંગ્લીશમાં પણ સભા શરૂ કરી છે, એટલે હરિભક્તોને હવે ભાષાનું કોઈ વિઘ્ન નડતું નથી'.
છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં રહેતા ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ મૂળ ખંભાતના છે, જે રોબિન્સ વેલેના સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપે છે. તેમના મતે આ કાર્યક્રમ હરિભક્તો માટે બુસ્ટર ડોઝ હતો. હરિ ભક્તો વિશે વાત કરતાં ચંદ્રકાંત બ્રહ્મભટ્ટે કહ્યું કે, 'હરિભક્તો એકબીજાના કાર્યોને બિરદાવતા હોય છે, કામની સરાહના કરતાં રહે છે જેથી એક બુસ્ટર ડોઝ મળે છે. એટલે કે આપણે જે કાર્ય કરીએ છીએ તેમાં વધારે સારુ કરવાની લાગણી થાય છે ઉત્સાહ વધે છે, સરાહના એક બુસ્ટર ડોઝ જેવુ કામ કરે છે. કાર્યકર સુવર્ણ મહોત્સવનો હેતુ પણ એવો જ હતો. આ કાર્યક્રમથી અમારા જેવા લાખો કાર્યકરોને આગામી દસ વર્ષનો બુસ્ટર ડોઝ મળી ગયો છે'
Related Articles
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્...
Jul 14, 2025
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત
બોટાદમાં કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લ...
Jul 14, 2025
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચા...
Jul 14, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, 212 કરોડ રૂપિયા મંજૂર
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ...
Jul 13, 2025
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ...
Jul 13, 2025
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ...
Jul 12, 2025
Trending NEWS

14 July, 2025

14 July, 2025

14 July, 2025

14 July, 2025
14 July, 2025
14 July, 2025
14 July, 2025

14 July, 2025
14 July, 2025

13 July, 2025