બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત
October 29, 2025
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા 'રેડ કમાન્ડો' વિરુદ્ધ પોલીસે દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ હેલિકોપ્ટરથી બોમ્બમારો કરી રહી છે, જ્યારે માફિયાઓ ડ્રોનથી બોમ્બ વરસાવીને હુમલો કરી રહ્યા છે. 'ડ્રગ લોર્ડ્સ' (માફિયા નેટવર્કના મુખ્ય સૂત્રધાર) અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશનમાં કુલ 64 લોકોનાં મોત થયા છે, જેમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલા 60 ડ્રગ તસ્કરો અને શહીદ થયેલા ચાર પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
બ્રાઝિલ પોલીસનું ઓપરેશન રિયો ડી જાનેરોમાં ચાલી રહ્યું છે, જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે. આ શહેર લાંબા સમયથી Comando Vermelho (CV) (જેને રેડ કમાન્ડો પણ કહેવાય છે) અને Terceiro Comando Puro (TCP) જેવા 'ડ્રગ લોર્ડ્સ'ના નિયંત્રણમાં છે. ડ્રગ તસ્કરીનું સિન્ડિકેટ ચલાવતી આ ગેંગ ગેરકાયદેસર હથિયારો, જમીન પર કબજો અને સ્થાનિક લોકો પાસેથી સુરક્ષા ટેક્સ પણ વસૂલે છે. ઓક્ટોબર 2025ના અંતમાં રિયોના મેયર અને રાજ્ય સરકારે આ હેતુથી ઓપરેશન રિયો પેસિફિકાડો (Operation Rio Pacificado) નામનું એક અભિયાન શરૂ કર્યું છે.
ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ વીડિયો નિવેદનમાં જણાવ્યું કે, પોલીસ ઓપરેશનમાં 60 ગુનેગારોને 'ન્યૂટ્રલાઈઝ' કરવામાં આવ્યા છે. આ મોટા પાયેના અભિયાનમાં લગભગ 2,500 પોલીસકર્મીઓ અને સૈન્યકર્મીઓ સામેલ હતા, જેનો મુખ્ય ઉદ્દેશ 'Comando Vermelho' (લાલ કમાન્ડો) ડ્રગ ગેંગને નિશાન બનાવવાનો હતો, જે રિયોના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે.
પોલીસે હેલિકોપ્ટરો અને બખ્તરબંધ વાહનો સાથે દરોડા પાડ્યા, જેમાં ભારે ગોળીબાર થયો અને આગ લાગવાની ઘટનાઓ પણ બની. પોલીસે 250થી વધુ તપાસ વોરંટ જાહેર કર્યા અને 81 શંકાસ્પદોની ધરપકડ કરી. માફિયાના 60 સભ્યો માર્યા ગયા અને 4 પોલીસકર્મીઓના મોત થયા. પોલીસે 75થી વધુ રાઇફલો, 200 કિલો કોકેન, રોકડ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ ડ્રગ માફિયાના સંપૂર્ણ વિનાશના મિશન પર છે.
ગેંગના સભ્યોએ પોલીસ પર ડ્રોનથી હુમલા કરીને પ્રતિક્રિયા આપી. તેમણે રસ્તાઓ બંધ કર્યા અને 50થી વધુ બસો પર કબજો કરીને માર્ગો અવરોધ્યા હતા. રિયોની શેરીઓમાં યુદ્ધ જેવું દ્રશ્ય સર્જાયું, જ્યાં ગુંડાઓની લાશો પડેલી મળી આવી. ખૌફ અને દહેશતના માહોલને કારણે આસપાસની શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી હતી.
Related Articles
ગાઝામાં ઇઝરાયલનો હુમલો, 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
ગાઝામાં ઇઝરાયલનો હુમલો, 100થી વધુ લોકોએ...
Oct 29, 2025
જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા: 300 કિમી/કલાકની ઝડપે ફૂંકાયો પવન, ભૂસ્ખલનનો ખતરો વધ્યો
જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વા...
Oct 29, 2025
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ...
Oct 28, 2025
તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 5 KMની ઊંડાઈએ હતું કેન્દ્ર; અનેક ઇમારતો ધ્વસ્ત, કાટમાળમાં ફેરવાઈ
તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ,...
Oct 28, 2025
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે પણ શાંતિ કરાર
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ...
Oct 26, 2025
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં...
Oct 24, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025