જયપુરમાં ફરી બસમાં આગ લાગી, 2ના મોત, 5 મજૂર ગંભીર રીતે ઘાયલ

October 28, 2025

જયપુરમાં મનોહરપુર વિસ્તારમાં આજે સવારે મજૂરોથી ભરેલી બસના હાઇટેન્શનને ટચ થવા પર બસમાં આગ લાગી ગઇ. આ દરમિયાન બસમાં કંરટ દોડ્યો અને જેમાં 10 મજૂરો બળ્યા તેની જાણકારી સામે આવી છે. જેમાં 5 મજૂરો ગંભીર રીતે ઘાયલ છે. જાણકારી અનુસાર ટોડી સ્થિત ઇંટ ભટ્ટા પર મજૂરોને બસથી લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન 2 લોકોના મોત નીપજ્યા છે.

રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત સામે આવ્યો છે. જ્યાં મજૂરોને લઈને જઈ રહેલી બસ હાઈ-ટેન્શન લાઈનના તારના સંપર્કમાં આવી હતી. આ ઘટનામાં 10થી વધુ મજૂરો સળગ્યા અને બેના મોત થયા. જયપુર ગ્રામ્યના મનોહરપુર વિસ્તારમાં આ દુર્ઘટના બની છે, જ્યાં મજૂરો ભરેલી બસમાં કરંટ ફેલાઈ ગયો હતો. 

હાઈ-ટેન્શન લાઇનને અડતા જ બસમાં આગ લાગી હતી. અકસ્માતમાં બસમાં સવાર 10 મજૂરો વીજપ્રહારની ઝપેટમાં આવી હતા. ઘાયલ શ્રમિકોને ગંભીર હાલતમાં શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોને ગંભીર ઈજાઓને કારણે જયપુર રેફર કરવામાં આવ્યા છે. ટોડી સ્થિત ઈંટ ભઠ્ઠી પર મજૂરોને લઈ આ બસ આવી રહી હતી. માહિતી મળતાં જ મનોહરપુર થાનાની પોલીસ સ્થળ પર પહોંચી અને બચાવકાર્ય શરૂ કરાયું હતું.