તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 5 KMની ઊંડાઈએ હતું કેન્દ્ર; અનેક ઇમારતો ધ્વસ્ત, કાટમાળમાં ફેરવાઈ
October 28, 2025
પશ્ચિમી તૂર્કિયેમાં સોમવારે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ઓછામાં ઓછી ત્રણ ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે પડી ગયેલી આ ઇમારતો અગાઉના ભૂકંપને લીધે પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતી. તેમજ આ ઘટનામાં તાત્કાલિક કોઈ જાનહાનિના સમાચાર નથી.
AFAD (આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સી) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ 6.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં જમીનથી 5.99 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે સ્થાનિક સમય અનુસાર રાત્રે 10 વાગ્યેને 48 મિનિટે આવ્યો હતો. આ ભૂકંપના મુખ્ય આંચકા પછી અનેક આંચકા (આફ્ટરશોક્સ) પણ આવ્યા હતા, જે માત્ર ઇસ્તંબુલ જ નહીં, પરંતુ તેની આસપાસના બુર્સા, મનીસા અને ઇઝમિર જેવા પ્રાંતોમાં પણ અનુભવાયા હતા.
ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ માહિતી આપી હતી કે સિંદિરગીમાં ઓછામાં ઓછી ત્રણ ખાલી ઇમારતો અને બે માળની એક દુકાન ધરાશાયી થઈ છે. તેમણે જણાવ્યું કે આ ઇમારતો પણ અગાઉ આવેલા ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી હતી. સરકારી અનાદોલુ એજન્સીને સિંદિરગીના જિલ્લા પ્રશાસક ડોગુકોન કોયુનકુએ જણાવ્યું કે, 'હાલમાં કોઈના મૃત્યુની જાણકારી મળી નથી, પરંતુ અમારું આકલન કાર્ય હજી પણ ચાલુ છે.'
Related Articles
ગાઝામાં ઇઝરાયલનો હુમલો, 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
ગાઝામાં ઇઝરાયલનો હુમલો, 100થી વધુ લોકોએ...
Oct 29, 2025
જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા: 300 કિમી/કલાકની ઝડપે ફૂંકાયો પવન, ભૂસ્ખલનનો ખતરો વધ્યો
જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વા...
Oct 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત
બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મ...
Oct 29, 2025
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ...
Oct 28, 2025
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે પણ શાંતિ કરાર
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ...
Oct 26, 2025
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં...
Oct 24, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025