જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા: 300 કિમી/કલાકની ઝડપે ફૂંકાયો પવન, ભૂસ્ખલનનો ખતરો વધ્યો
October 29, 2025
કેરેબિયન દેશ જમૈકામાં કેટેગરી 5નું વાવાઝોડું મેલિસા ટકરાયું છે. મેલિસાને આ સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવે છે. વાવાઝોડાના કારણે જમૈકામાં 300 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સરકારે 6 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. વાવાઝોડાની અસરના કારમે જમૈકામાં ત્રણ, પાડોશી દેશ હૈતીમાં ત્રણ અને ડોમિનિકન રિપબ્લિકમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ વાવાઝોડું એટલું શક્તિશાળી છે કે, આખા દેશને તબાહ કરી શકે છે.
કેટેગરી-5નું વાવાઝોડું સૌથી ખતરનાક માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ મેલિસા વાવાઝોડાને સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું જણાવ્યું છે. પહેલા આ વાવાઝોડું હૈતી અને ડોમિનિકન રિપબ્લિકન સાથે અથડાયું અને હવે જમૈકા સુધી પહોંચતા સુધીમાં તેણે ખતરનાક સ્વરૂપ લઈ લીધું છે. જ્યારે આ વાવાઝોડું જમૈકા સાથે અથડાયું, ત્યારે 300 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. પવનની આ ગતિ એટલી તેજ હતી કે, મોટી-મોટી ઈમારતોને પણ ધ્વસ્ત કરી શકે છે. આ પવનના કારણે વીજળી અને કોમ્યુનિકેશન સિસ્ટમને પણ મોટી સંખ્યામાં નુકસાન પહોંચી શકે છે.
મેલિસા વાવાઝોડાના કારણે જમૈકામાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ છે. જમૈકા સરકારે પ્રભાવિત વિસ્તારોથી લાખો લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દીધા છે. છેલ્લાં કેટલાક દિવસથી જમૈકામાં વરસાદ વરસી રહ્યો છે. એવામાં જમીનમાં ભેજના લીધે ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ પણ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા લોકોને ફૂડ પેકેટ્સ આપવામાં આવી રહ્યા છે.
યુએનનું કહેવું છે કે, કેરેબિયન દેશમાં ગત વર્ષે જુલાઈમાં શક્તિશાળી બેરિલ વાવાઝોડું આવ્યું હતું, ત્યારબાદ આ મેલિસા વાવાઝોડું સૌથી શક્તિશાળી છે. આ સાથે જ એટલાન્ટિક સાગરમાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.
Related Articles
ગાઝામાં ઇઝરાયલનો હુમલો, 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
ગાઝામાં ઇઝરાયલનો હુમલો, 100થી વધુ લોકોએ...
Oct 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત
બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મ...
Oct 29, 2025
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ...
Oct 28, 2025
તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 5 KMની ઊંડાઈએ હતું કેન્દ્ર; અનેક ઇમારતો ધ્વસ્ત, કાટમાળમાં ફેરવાઈ
તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ,...
Oct 28, 2025
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે પણ શાંતિ કરાર
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ...
Oct 26, 2025
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં...
Oct 24, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025