કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ
October 29, 2025
કેનેડામાં પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર સનસની મચી ગઈ છે. લોકપ્રિય સિંગર ચન્ની નટ્ટનના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ કરીને બદમાશોએ આતંક મચાવ્યો છે. સદનસીબે ચન્ની અને તેનો પરિવાર માંડ-માંડ બચી ગયો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં ફાયરિંગ કરતા બદમાશો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
એક અહેવાલ પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ ગેંગે પંજાબી સિંગર ચન્ની નટ્ટનના કેનેડા સ્થિત આવાસ થયેલ ફાયરિંગની જવાબદારી લીધી છે, જેમાં સરદાર ખેડા સાથેના તેમના કથિત સંબંધોનો હવાલો આપવામાં આવ્યો છે. ગેંગના એક સહયોગીએ એક વીડિયો જાહેર કરીને અન્ય સિંગરોને સરદાર ખેડા સાથે સબંધ ન રાખવા ચેતવણી આપી છે. સ્થાનિક અધિકારીઓ આ દાવાની તપાસ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગના મોટા ખેલાડી ગોલ્ડી ધિલ્લોને કહ્યું કે, 'સત શ્રી અકાલ! હું ગોલ્ડી ધિલ્લોન બોલી રહ્યો છું (લોરેન્સ બિશ્નોઈ ગેંગ). ચન્ની નટ્ટનના પર થયેલ ફાયરિંગનું કારણ સરદાર ખેડા છે. ગેંગનો દાવો છે કે ચન્ની સરદાર ખેડા સાથે સબંધ વધારી રહ્યો હતો, જે તેમનો દુશ્મન છે. અમારી ચન્ની સાથે પર્સનલી કોઈ દુશ્મની નથી, બસ મેસેજ આપવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે.'
ગોલ્ડીએ સમગ્ર પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને પડકાર ફેંક્યો અને ધમકી આપતા કહ્યું છે કે, 'ભવિષ્યમાં સરદાર ખેડા સાથે કામ અથવા દોસ્તી કરનાર સિંગર પોતાના નુકસાન માટે ખુદ જ જવાબદાર રહેશે. અમે ખેડાને સતત નુકસાન પહોંચાડતા રહીશું.'
એવું નથી કે લોરેન્સ જ પોતાના દુશ્મનોને ખતમ કરી રહ્યો છે, તેના માણસોના પણ જીવ જઈ રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોની સંખ્યા વધતી જઈ રહી છે. તેની ગેંગના સભ્યો પર એક પછી એક હુમલા થઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ કરીને તેની ગેંગના એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી.
Related Articles
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળાઓથી ઘેરાઈ ગઈ
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળ...
Jul 16, 2026
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિ...
Jul 13, 2026
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, કુલિંગ સેન્ટર શરૂ કરવા પડ્યા
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, ક...
Jul 01, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026