વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન

October 28, 2025

દિલ્હીમાં ગમે તે સમયે વરસાદ થવાની સંભાવના છે, જોકે તે માત્ર એક ખાસ વિસ્તાર પૂરતો જ મર્યાદિત રહેશે. મહત્ત્વની વાત એ છે કે આ વરસાદ કુદરતી નહીં, પણ માનવસર્જિત હશે. દિલ્હીમાં કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) કરાવવા માટેનું વિમાન મંગળવારે સવારે કાનપુરથી ઉડાન ભરી ચૂક્યું છે. ક્લાઉડ સીડિંગ સફળ રહ્યું હોવાથી, દિલ્હીમાં ટૂંક સમયમાં કૃત્રિમ વરસાદ થવાની શક્યતા છે.

કાનપુરમાં સવારે વિઝિબિલિટી (2000 મીટર) ઓછી હોવાથી પ્લેનના ટેક-ઓફમાં વિલંબ થયો હતો, કેમ કે ઉડાન માટે 5000 મીટર વિઝિબિલિટી જરૂરી હતી. હવામાન સાફ થતાં જ પ્લેન દિલ્હી તરફ રવાના થયું. દિલ્હીમાં AQI સ્તર સુધારવા માટે બુરાડી વિસ્તાર ઉપર કૃત્રિમ વરસાદ કરાવવાની તૈયારી છે. સરકારે ગયા અઠવાડિયે બુરાડી ઉપર કરેલી પરીક્ષણ ઉડાન દરમિયાન વિમાનમાંથી સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ છોડાયા હતા. જોકે, કૃત્રિમ વરસાદ માટે જરૂરી 50%ની સામે વાતાવરણમાં ભેજનું સ્તર 20% થી ઓછું હોવાથી તે સમયે વરસાદ કરાવી શકાયો ન હતો.