રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગાર્ડ ઓફ ઑનર
October 29, 2025
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનમાંથી ફ્રાન્સ નિર્મિત ફાઈટર જેટ રાફેલમાં ઉડાન ભરી છે. તેમણે એરફોર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. તેમણે વાયુસેનાના જવાનોને ગાર્ડ ઓફ ઑનર આપ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે વાયુસેનાના પ્રમુખ એપી સિંહ પોતે પાયલટ તરીકે રાફેલ ઉડાવી રાષ્ટ્રપતિને રાફેલની સહેર કરાવી રહ્યા છે. તે અંબાલામાં ઉડાન ભરી રહ્યું છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન અને પ્રોટોકલ હેઠળ સંબંધિત વિભાગોના અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર અજય સિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દિલ્હીથી હવાઈ માર્ગે અંબાલા કેન્ટોનમેન્ટ સ્થિત એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. સુરક્ષાના કારણોસર એરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. એરફોર્સ સ્ટેશનની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. ફક્ત અધિકૃત કર્મચારીઓને જ અંદર જવાની મંજૂરી છે.
ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતાં. જેમાં પાંચ રાફેલ વિમાનનો પહેલો જથ્થો 27 જુલાઈ, 2020 ના રોજ ભારતને પ્રાપ્ત થયો હતો. આ વિમાનો પહેલા અંબાલા એર બેઝ પર પહોંચ્યા હતા. તેઓ ફ્રાન્સના મેરિગ્નેક એર બેઝથી ઉડાન ભરી યુએઈના અલ ધફરા એર બેઝ પર રોકાયા બાદ ભારતમાં પહોંચ્યા હતાં.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026