ભારતીય યુવકે વિમાનમાં બે મુસાફરો પર ચમચીથી કર્યો હુમલો, બોસ્ટન એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
October 28, 2025
અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરતા 28 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પ્રણીત કુમાર ઉસીરીપલ્લીની બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રણીતે શિકાગોથી જર્મનીના ફ્રેન્કફર્ટ જતી ફ્લાઇટમાં બે કિશોરો પર કાંટાવાળી ચમચીથી હુમલો કર્યો અને એક મહિલા મુસાફરને થપ્પડ મારી હતી, જેના કારણે પાયલોટે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
અહેવાલો અનુસાર, ફ્લાઇટ ઉડાન ભર્યાના થોડા સમય પછી જ્યારે ક્રૂ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું, ત્યારે પ્રણીત કુમારે કોઈપણ ઉશ્કેરણી વિના કાંટાવાળી ચમચી ઉપાડીને બે કિશોરો પર હુમલો કર્યો હતો. તેણે એકના ખભામાં અને બીજાના માથાના પાછળના ભાગમાં ઘા માર્યા હતા, જેના કારણે બંનેને ઈજા થઈ હતી. આ ઉપરાંત, તેણે કથિત રીતે એક મહિલા મુસાફરને થપ્પડ મારી હતી અને ફ્લાઇટના એક ક્રૂ સભ્યને પણ થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો.
ફ્લાઇટમાં સર્જાયેલી આ ગડબડની જાણ થતાં જ પાયલોટે પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ફ્લાઇટનો માર્ગ બદલીને બોસ્ટન લોગન એરપોર્ટ તરફ વાળી દીધો. ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થતાં જ આરોપી પ્રણીત કુમારને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો હતો.
યુએસ એટર્નીની ઓફિસના જણાવ્યાનુસાર, ભારતીય વિદ્યાર્થી પર યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિમાનમાં મુસાફરી કરતી વખતે ખતરનાક હથિયારથી હુમલો કરવા અને ઇરાદાપૂર્વક શારીરિક નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રણીત સ્ટુડન્ટ વિઝા પર યુએસમાં દાખલ થયો હતો અને તેણે તાજેતરમાં જ બાઇબલ સ્ટડીઝમાં માસ્ટર પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે, તેની પાસે હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાનો કોઈ કાનૂની દરજ્જો નથી.
Related Articles
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન, રાજસ્થાન HCએ આપી રાહત
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ...
Oct 29, 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગાર્ડ ઓફ ઑનર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વ...
Oct 29, 2025
વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન
વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત...
Oct 28, 2025
મેલીસા વાવાઝોડું: 174 વર્ષ બાદ આટલો શક્તિશાળી ચક્રવાત, 280 કિમીની ઝડપ, 6 લાખ લોકોનું સ્થળાંતર
મેલીસા વાવાઝોડું: 174 વર્ષ બાદ આટલો શક્ત...
Oct 28, 2025
જયપુરમાં ફરી બસમાં આગ લાગી, 2ના મોત, 5 મજૂર ગંભીર રીતે ઘાયલ
જયપુરમાં ફરી બસમાં આગ લાગી, 2ના મોત, 5 મ...
Oct 28, 2025
ચીને સરહદથી માત્ર 40 KM દૂર બનાવ્યા 36 એરક્રાફ્ટ શેલ્ટર; ભારતની ચિંતા વધી
ચીને સરહદથી માત્ર 40 KM દૂર બનાવ્યા 36 એ...
Oct 28, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025