110 કિમીની ઝડપે ફૂંકાશે પવન..લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ, NDRFની ટીમ સજ્જ

October 28, 2025

દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા ચક્રવાતી તોફાન 'મોન્થા' આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 28 ઓક્ટોબર એટલે કે આજે રાત સુધીમાં તે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાતી તોફાન મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ કરે તેવી આગાહી છે.

ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્ર અને ભારતીય હવામાન વિભાગએ ચેતવણી આપી છે કે ચક્રવાતી તોફાન 'મોન્થા' તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમતાં, નેલ્લોરથી આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ સુધી દરિયાકાંઠે 2 થી 4.7 મીટર ઊંચા દરિયાઈ મોજા ઉછળવાની શક્યતા છે. બંને એજન્સીઓના સંયુક્ત બુલેટિન અનુસાર આ ઊંચા મોજા સાંજે 5:30 થી રાત્રે 11:30 વાગ્યા સુધી છ કલાક સુધી ચાલુ રહેશે.

આંધ્રપ્રદેશના નેલ્લોરથી શ્રીકાકુલમ સુધી દરિયાકાંઠે 2 થી 4.7 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ચક્રવાત મોન્થા ચેતવણી વચ્ચે આંધ્ર દરિયાકાંઠે મોટા પાયે સ્થળાંતર ચાલી રહ્યું છે.આ વધતા ખતરાના પ્રતિભાવમાં સરકારે તમામ સંભવિત અસરગ્રસ્ત રાજ્યોમાં 22 રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે ndrfની ટીમો તૈનાત કરી છે.