કોલંબિયા યુનિવર્સિટીમાં ઇઝરાયલી નાગરિક સાથે મારામારી, 108 વિદ્યાર્થીઓની ધરપકડ

April 20, 2024

કોલંબિયા યુનિવર્સિટીમાં ઈઝરાયેલ વિરુદ્ધ હોબાળો વધી રહ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં લગભગ 108 લોકોની ધરપકડ કરી છે, પરંતુ યુનિવર્સિટીનો માહોલ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને એક આરબ ઈઝરાયલી વ્યક્તિએ પોસ્ટ કર્યો છે.

પોસ્ટ મુજબ, કોલંબિયા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક પ્રદર્શનકારીએ તેમના પર હુમલો કર્યો. યોસેફ હદાદ નામના વ્યક્તિએ લખ્યું, વીડિયોમાં જોઈ શકાય છે કે એક માસ્ક પહેરેલા પ્રદર્શનકારીએ હુમલો કર્યો અને તેને જમીન પર પટકવાનો પ્રયાસ કર્યો હતો. 

તેણે કહ્યું કે હું મારા લેક્ચર માટે યુનિવર્સિટી કેમ્પસમાં જઈ રહ્યો હતો, પરંતુ મારા પર હુમલો થયો, તેથી કેમ્પસમાં જવાને બદલે મેં પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી. હદાદે આ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. તેણે વીડિયોની સાથે લખ્યું, 'તેમણે ભલે લોહી વહાવ્યું હોય, પરંતુ આ કાયર મને ક્યારેય રોકી નહિ શકે. મે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.’