ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા બ્રિટને ભારતને આપેલી ખાતરી
March 21, 2023

લંડન: ખાલીસ્તાનવાદી જૂથે ખાલીસ્તાનનો ધ્વજ ફરકાવતાં અહીંના ભારતીય દૂતાવાસમાં ઘૂસી જઈ તોડફોડ કરવા ઉપરાંત દૂતાવાસ પર ફરકતો ત્રિરંગો ધ્વજ પણ ખેંચવા પ્રયત્ન કર્યો હતો. આ પછી બ્રિટિશ સરકારે દૂતાવાસને પૂરી સલામતી આપવાની ખાતરી આપી હતી. જ્યારે બ્રિટિશ અધિકારીઓએ રવિવારે બનેલી આ ઘટના ઘણી જ વખોડવા લાયક શરમજનક અને અસ્વીકાર્ય કહી હતી. દૂતાવાસને પૂરતી સલામતી આપવાની પણ ખાતરી આપી હતી. આ અંગે દૂતાવાસના અધિકારીએ કહ્યું હતું કે, ખાલીસ્તાનવાદીઓએ ત્રિરંગો ધ્વજ ખેંચી કાઢવા પ્રયત્નો કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ કરાયા હતા. જો કે તે દરમિયાન સલામતી સ્ટાફના બે સભ્યોને ઇજાઓ થઈ હતી. તેમને અત્યારે સારવાર અપાઈ રહી છે. પરંતુ ઇજાઓ ગંભીર નહીં હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા ન હતા. આ અંગે લંડનના મેયર સાદીક ખાને આ ઘટનાને વખોડવા લાયક કહેતાં જણાવ્યું હતું કે, આવી ઘટનાઓને લંડનમાં સ્થાન જ નથી. જ્યારે ભારત સ્થિત બ્રિટિશ હાઇકમિશનરે તેને શરમજનક તથા સંપૂર્ણતઃ અસ્વીકાર્ય કહી હતી. બ્રિટનનાં વિદેશ મંત્રાલયના લોર્ડ તારીક અહમદ ઑફ વિમ્બલ્ડન, કહ્યું હતું કે 'તે ઘટનાથી મને ઘણો આઘાત લાગ્યો છે. સરકાર તે સંબંધે યોગ્ય પગલા લેશે જ. બ્રિટનની વિશ્વ વિખ્યાત જાસૂસી સંસ્થા સ્કોટલેન્ડ યાર્ડે આ ઘટનામાં સંડોવાયેલા મનાતા એક શખ્સની ધરપકડ કરી હતી તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.
Related Articles
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર્મી જ શાસન કરી રહી છે : ઈમરાન ખાન
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર...
May 30, 2023
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શાંઘાઈમાં છેલ્લા 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શ...
May 30, 2023
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, બે મહિનામાં બીજી ઘટના
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગો...
May 30, 2023
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો ઘાયલ
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહ...
May 30, 2023
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા અભિનંદન, PM મોદીએ ટ્વિટ કર્યું
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેત...
May 30, 2023
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યક...
May 30, 2023
Trending NEWS

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને...
30 May, 2023

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો...
30 May, 2023

એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા...
30 May, 2023

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ, 31 મેના રોજ...
30 May, 2023

કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
30 May, 2023