Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ, PM મોદી 'એક્ટિવ'

August 06, 2025

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભયંકર આફત સર્જાઈ હતી. આ વિનાશમાં ધારાલી ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પાણીના પૂર વચ્ચે લોકોના બૂમોથી હૃદય હચમચી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે પચાસથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. આ દરમિયાન, સેનાનું બચાવ કાર્ય ચાલુ છે.

આ વિનાશની ઝપેટમાં એક આર્મી કેમ્પ પણ આવી ગયો છે. અહીં એક આર્મી મેસ અને એક કાફે છે. આ અકસ્માતમાં ઘણા સૈનિકો ગુમ થવાની આશંકા છે. હર્ષિલમાં સેનાનું 14 રાજપૂતાના રાઇફલ્સનું યુનિટ તૈનાત છે. હર્ષિલમાં નદી કિનારે બનેલું હેલિપેડ પણ તબાહ થઈ ગયું છે. ભારે વરસાદના કારણથે હેલિકોપ્ટરથી રહાત અને બચાવ કામગીરી પણ નથી થઈ શકતી.

ધરાલીમાં મંગળવારે થયેલી આપત્તિ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને વર્તમાન પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લેવામાં આવી. ધામીએ વડાપ્રધાનને જણાવ્યું કે, રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયારી સાથે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે.

સતત ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તમામ સંબંધિત એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે જેથી અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ મળી શકે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.