કેનેડામાં કમાણી થશે હજુ અઘરી! વર્ક પરમિટના નિયમોમાં થઈ રહ્યા છે આ ફેરફાર
October 10, 2024

કેનેડામાં વર્ક પરમિટના નિયમોમાં બદલાવ થતા ભારતમાં પણે તેની અસર જોવા મળશે. જેમાં કેનેડાએ તેના પોસ્ટ ગ્રઝ્યુએશન પરમિટ (PGWP)ના નિયમોમાં મોટા પાયે બદલાવ કર્યો છે, જેને આગામી એક નવેમ્બરથી લાગુ કરાશે. આ નિયમોમાં ન્યૂનતમ કેનેડિયન લેંગ્વેજ બેન્ચમાર્ક (CLB) 7નો સ્કોર હવે ફરજિયાત છે અને CELPIP, IELTS અને PTE CORE જેવા પરીક્ષાઓના પરિણામો સ્વીકારવામાં આવશે.g
કેનેડામાં લાંબા ગાળાના કાર્યબળની અછત જણાતા ક્ષેત્રોમાં લોકોને અગ્રતા આપવામાં આવશે, જેમ કે ખેતી, કૃષિ-ખોરાક, આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત (STEM), વેપાર અને પરિવહન. હાલના નિયમોમાં નવા નિયમો ઉમેરો થઈ રહ્યો છે. જેમાં ઉમેદવારોએ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે માન્ય લાયક પોસ્ટ-ગ્રેજ્યુએશન સંસ્થાઓમાં તેમનું શિક્ષણ પૂર્ણ કરવું આવશ્યક છે. નવા નિયમો વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરવાની કેનેડા સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે.
એવુ માનવામાં આવે છે કે, નવા નિયમો પ્રમાણે કેનેડામાં નોકરી કરવા માટે અંગ્રેજીની સાથે ફ્રેંચ ભાષા પણ આવડવી અનિવાર્ય છે. કેનેડા સરકાર ભાષાની કુશળતા તપાસવા માટે પોતાના ધારાધોરણો તૈયાર કરી રહી છે. નોકરી મેળવવા માટે ઉમેદવારોએ આ ભાષાઓ વાંચવાની, લખવાની, સાંભળવાની અને બોલવાની ક્ષમતા સાબિત કરવી પડશે.
કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે મનપસંદ સ્થળો પૈકીનું એક છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશન (CBIE)ના 2022ના રિપોર્ટ અનુસાર, કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં જાન્યુઆરીથી જૂન 2024 સુધીમાં એક લાખ હતા. જ્યારે કેનેડામાં કામ કરતા લોકો અને વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં 4,37,000 થી વધીને 2023માં 1.2 મિલિયન થઈ.
તેની સાનુકૂળ ઇમિગ્રેશન પોલીસીના કારણે કેનેડાને ઘણા ભારતીયો માટે અમેરિકાના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. જો કે, તાજેતરના ફેરફારોને કારણે ભારતીયોને મોટો આંચકો લાગે તેવી શક્યતા છે. છેલ્લા એક દાયકામાં કેનેડા ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં ઘણા લોકો કાયમી નિવાસ (PR) મેળવવા માટે કામચલાઉ વર્ક પરમિટ માટે અરજી કરવાનું પસંદ કરે છે. જ્યારે નવા પ્રતિબંધોથી કેનેડામાં રહેતા ભારતીય લોકોની મહત્વાકાંક્ષાઓને ધીમી થશે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે PR હાંસલ કરવાનું વધુ મુશ્કેલ બનશે
કેનેડાના વડાપ્રધાને સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'સરકાર આ વર્ષે 35 ટકા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપશે અને આવતા વર્ષે આ સંખ્યામાં 10 ટકા ઘટડો થશે.' જ્યારે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, લગભગ 13.35 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે, જેમાંથી લગભગ 4,24,000 વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે.
કેનેડા સરકારનો હેતુ ઓછા વેતન પર કામ કરતા અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાનો છે અને તેમના કામના કલાકોની લંબાઈ પણ ઘટાડી રહી છે.
Related Articles
કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના ક...
Aug 07, 2025
કેનેડામાં રહેતાં ભારતીયો હવે દાદા-દાદી કે માતા-પિતાને સાથે રાખી શકશે, કાર્ની સરકારનો નિર્ણય
કેનેડામાં રહેતાં ભારતીયો હવે દાદા-દાદી ક...
Aug 04, 2025
ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ...', કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી
ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ....
Aug 03, 2025
કેનેડા પણ હવે પેલેસ્ટાઈનને માન્યતા આપશે, PM કાર્નીની જાહેરાત, ઈઝરાયલ 'એકલું' પડ્યું
કેનેડા પણ હવે પેલેસ્ટાઈનને માન્યતા આપશે,...
Jul 31, 2025
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્રેમમાં પડ્યાં! રેસ્ટોરાંમાં સીક્રેટ ડીનરનો વીડિયો વાઈરલ
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્ર...
Jul 30, 2025
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડ...
Jul 15, 2025
Trending NEWS

13 August, 2025

13 August, 2025

13 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025