ChatGPTએ એક યુવકને બનાવ્યો માલામાલ, AIના જવાબથી બે દિવસમાં ઉભી કરી દીધી કંપની

March 18, 2023

ChatGPT કે જેમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ મળે છે. તેમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે, આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તેણે પોતાની કંપની બનાવી હતી. તે પણ માત્ર એક જ દિવસમાં ઉભી કરી હતી. હવે તે લાખોમાં કમાઈ રહ્યો છે.

તેણે AIને માત્ર એટલું જ પૂછ્યું કે વધુમાં વધુ પૈસા કેવી રીતે કમાઈ શકાય? આના જવાબમાં AIએ ઓનલાઈન બિઝનેસના આઈડિયા આપ્યા કે જેને કારણે વ્યક્તિનું જીવન બદલાઈ ગયું છે. જેક્સન ફોલ નામના આ વ્યક્તિએ ટ્વિટર પર પોતાની સ્ટોરી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આ અદ્ભૂત સિદ્ધિ હાંસલ કરી છે. જેક્સને તેના ટ્વિટર થ્રેડમાં લખ્યું છે કે, તેણે ChatGPT વિશે ઘણી ચર્ચાઓ સાંભળી હતી. 


જેમાં મેં પ્રશ્નનો કર્યા હતા કે, જો તમે બિઝનેસમેન છો અને તમારી પાસે માત્ર 100 ડોલર છે. તમરો ધ્યેય ઓછા સમયમાં વધુમાં વધુ પૈસા કમાવવાનો છે, તે પણ કંઈ ખોટું કર્યા વિના, તો આનો રસ્તો શું હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં, ChatGPTએ એક ઓનલાઈન બિઝનેસ આઈડિયા સૂચવ્યો અને કહ્યું કે તમે તેનાથી ઈચ્છો તેટલી કમાણી કરી શકો છો.