ચીન: 19 વર્ષમાં પહેલીવાર બીજિંગની વસતીમાં ઘટાડો નોંધાયો
March 24, 2023

બીજિંગ- દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા દેશ ચીનનો વસતી વૃદ્ધિ દર ઓછો થઈ ગયો છે. ત્યાંની રાજધાની બીજિંગ, વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક છે, જોકે તેની વસતી વિશે મોટો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર બીજિંગમાં ગયા વર્ષે વસતીમાં ઘટાડો નોંધાયો, ત્યાં હજારો લોકો ઓછા થઈ ગયા છે.
આવુ 19 વર્ષોમાં પહેલીવાર થયુ છે જ્યારે ચીનની રાજધાનીમાં સ્થાયી નિવાસીઓની સંખ્યા ઘટી છે. સત્તાકીય આંકડાનો હવાલો આપતા જણાવાયુ છે કે ચીનની રાજધાની બીજિંગની સ્થાયી નિવાસીઓની વસતી 2021માં 21.88 મિલિયનથી ઘટીને 2022માં 21.84 મિલિયન થઈ ગઈ. આ દરમિયાન આ સમયગાળામાં બીજિંગમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
બીજિંગ એવુ શહેર છે, જેની દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ગણના થાય છે. અમુક વર્ષો સુધી આ વિશ્વમાં પહેલા નંબરે રહ્યુ હતુ. જોકે, ચીનમાં જ્યારે કોરોનાવાયરસ ફેલાવવા લાગ્યો તો આ શહેરોમાં હજારો લોકો સપડાયા. ચીને અહીં કોરોનાથી થયેલા મોતનો આંકડો ઉજાગર કર્યો નહીં, જેની પશ્ચિમી દેશોની મીડિયાએ ખૂબ ચર્ચા કરી. બીજિંગ મહિનાઓ સુધી લોકડાઉનમાં રહ્યુ હતુ અને રિપોર્ટ એ છેકે 19 વર્ષોમાં પહેલીવાર 2022માં વસતી ઘટી છે. અમુક એક્સપર્ટ્સ આ વસતીના ઘટાડાને કોરોનાકાળમાં થયેલા મોત સાથે જોડી રહ્યા છે.
બીજિંગમાં જન્મ કરતા વધુ મોત 2003માં નોંધવામાં આવ્યા હતા જ્યારે આ ઘાતક ગંભીર શ્વસન સિન્ડ્રોમનો પ્રકોપ દક્ષિણી ચીનમાં ફેલાઈ રહ્યો હતો અને વિશ્વમાં તેણે હજારો લોકોને સંક્રમિત કર્યા હતા. સત્તાવાર રિપોર્ટમાં જ 8000થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. હવે બીજિંગની વસતીમાં તાજેતરમાં જ ઘટાડાનું કારણ ભીષણ અકાળ ગણાવાઈ રહ્યુ છે. વૈશ્વિક વસતી પર નજર રાખનારી સંસ્થાઓને આ વાત માનવામાં આવી રહી નથી. જાણકારોનું માનવુ છે કે કોરોનાના કારણે ચીનમાં લાખો લોકોના જીવ ગયા છે પરંતુ ચીન સરકારે પોતાના ત્યાં થયેલા મોતને ખૂબ ઓછા દર્શાવ્યા છે.
Related Articles
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર્મી જ શાસન કરી રહી છે : ઈમરાન ખાન
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર...
May 30, 2023
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શાંઘાઈમાં છેલ્લા 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શ...
May 30, 2023
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, બે મહિનામાં બીજી ઘટના
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગો...
May 30, 2023
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો ઘાયલ
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહ...
May 30, 2023
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા અભિનંદન, PM મોદીએ ટ્વિટ કર્યું
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેત...
May 30, 2023
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યક...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023