વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે CM આપશે ગુજરાતને વન કવચની ભેટ

June 05, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરશે. જેમાં CMની ઉપસ્થિતિમાં 20 હજારથી વધુ વૃક્ષો રોપાશે. CM સૌ પ્રથમ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે. તથા મા અંબાના દર્શન બાદ કાર્યક્રમમાં હાજરી આપશે.

મિયાવકી પદ્ધતિથી તૈયાર કરેલા વન કવચનું લોકાર્પણ કરશે. તથા ગબ્બરની તળેટીમાં CM ભૂપેન્દ્ર પટેલ સભા સંબોધશે. આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ક્લિન અમદાવાદ, ગ્રીન અમદાવાદ’ અંતર્ગત ત્રાગડ ગામમાં ઉજવણી કરશે. તથા CM ત્રાગડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરશે. તેમજ CM વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવનો સંદેશ આપશે.

ગાંધીનગરમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ માટે કાર્યક્રમ થઇ રહ્યો છે. ચરેડીથી GEB સુધી વન કવચની શરૂઆત કરાશે. તેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ વૃક્ષારોપણ કરશે. ગાંધીનગરમાં 2 લાખ જેટલા વૃક્ષોની વાવણી કરાશે. તેમાં ચરેડીમાં એક હેક્ટરમાં 10 હજાર વૃક્ષોની વાવણી કરાશે. સાથે જ સ્કૂલ, કોલેજો અને ખાનગી સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાશે. જેમાં વન કવચ થીમ ઉપર વૃક્ષો વાવવામાં આવશે.