પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે મદરેસાઓ પર તવાઈ: મંજૂરી વિના ચાલતા 252 મદરેસા બંધ કરાશે, 100ને નોટિસ
September 14, 2026
પશ્ચિમ બંગાળમાં મંજૂરી વિના ધમધમતા મદરેસાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. કોલકાતાથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ પૂર્ણ થયેલા એક વિસ્તૃત સરવે બાદ સરકારે યોગ્ય મંજૂરી ન ધરાવતા 252 મદરેસાઓને બંધ કરવાનો સખત નિર્ણય લીધો છે.
આ કડક કાર્યવાહી અંતર્ગત અન્ય 100 જેટલા મદરેસાઓને પણ કારણ બતાવો નોટિસ ફટકારીને તેમની પાસે તાત્કાલિક જવાબ માંગવામાં આવ્યો છે. રાજ્યમાં કયા મદરેસાઓ નિયમો મુજબ અને કયા ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે, તેની સચોટ માહિતી મેળવવા માટે સરકાર દ્વારા આ મોટું રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ અંતર્ગત સઘન ચકાસણી કરતા સમગ્ર રાજ્યમાંથી આશરે 2396 જેટલા અમાન્ય મદરેસાઓની ઓળખ કરવામાં આવી છે. રાજ્યના અંદાજે 22 જેટલા જિલ્લાઓમાં સરકાર દ્વારા આ સરવેની કામગીરી ઝીણવટપૂર્વક પૂર્ણ કરાવવામાં આવી હતી.
આ સરવે દરમિયાન તપાસકર્તાઓએ મુખ્યત્વે મદરેસાઓને મળતા ફંડિંગના સ્ત્રોત અને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની વિગતો એકત્ર કરી હતી. આ ઉપરાંત કઈ સંસ્થા મંજૂરી પ્રાપ્ત છે અને કઈ બિનઅધિકૃત છે, તેને ચોક્કસ રીતે અલગ તારવવાની કામગીરીનો પણ આ સરવેમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યો હતો.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026