બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ દીપકેએ મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું
September 13, 2026
બાલાઘાટ- મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ CJP (કોકરોચ જનતા પાર્ટી) ના સ્થાપક અભિજિત દીપકેએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું છે. તેમણે આરોગ્ય, શિક્ષણ, વીજળી અને અનુસૂચિત જનજાતિ સામેના અપરાધો જેવા મુદ્દા ઉઠાવીને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે લખ્યું કે, 'હું તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું. અંતમાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે, તેમણે મને મધ્ય પ્રદેશની જનતાની સેવા કરવાનો અવસર આપ્યો.'
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર આ રાજીનામાની ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં CJP ના સ્થાપક અભિજિત દીપકેએ એક બનાવટી/વ્યંગ્યાત્મક 'રાજીનામા પત્ર' શેર કરીને મધ્ય પ્રદેશની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી મોહન યાદવ પર નિશાન સાધ્યું હતું.
દીપકેની આ પોસ્ટ બાલાઘાટ પ્રવાસના એક દિવસ બાદ આવી છે, જ્યાં તેમણે 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તે સમયે કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે તેમની કાર પાસે પહોંચીને વિરોધ કર્યો હતો અને તીખા સવાલો પૂછ્યા હતા. દીપકેએ X પર જે પત્ર શેર કર્યો તેમાં સરકારી પ્રતિક, મુખ્યમંત્રી કાર્યાલયનું સરનામું અને બોગસ હસ્તાક્ષર પણ હતા. મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને સંબોધિત આ પત્રમાં તેમણે લખ્યું કે, 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ તેમની અંતરાત્મા આ પદ પર બની રહેવાની પરવાનગી આપતી નથી.
Related Articles
21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરવાની કેન્દ્રની જાહેરાત
21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરવાની...
Sep 13, 2026
ભારત-અમેરિકાની મેગા ડીલ: સમુદ્રની અંદર કેબલ નેટવર્ક સુરક્ષિત કરવા નિર્ણય
ભારત-અમેરિકાની મેગા ડીલ: સમુદ્રની અંદર ક...
Sep 12, 2026
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હરીશ રાવતનો યુ-ટર્ન, કહ્યું - કોંગ્રેસ મારા લોહીમાં
રાજીનામાની જાહેરાતના કલાકોમાં પૂર્વ CM હ...
Sep 12, 2026
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજ...
Sep 08, 2026
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો
વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સં...
Sep 08, 2026
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
Trending NEWS
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
11 September, 2026
11 September, 2026
11 September, 2026
10 September, 2026