સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓમાં ઘેરો અસંતોષ પણ સહુના મોઢા સીવાયેલા, 3 જિલ્લામાં ધૂંધવાટ
October 18, 2025
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 26 પૈકી 8 મંત્રીઓ સૌરાષ્ટ્રના હોવાથી સૌરાષ્ટ્રનું વજન વધ્યું હોવાની દેખીતી છાપ તો ઉપસે છે. પરંતુ, ભાજપના સિનિયરોને અન્યાય અને કેટલાક જિલ્લાઓની બાદબાકી સહિતનાં કારણોસર રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં ભાજપમાં અંદરખાને અસંતોષ પ્રવર્તે છે. પરંતુ, ટોચના નેતાઓના નિર્ણય સામે બોલવાની ગુસ્તાખી કરવાનું ટાળીને સિનિયરોએ મો સીવી લીધાં છે.
રાજકોટમાંથી ભાનુબહેન બાબરિયાને બેસાડી દેવાતાં વિજય રૂપાણીના સમયમાં જેનો દબદબો હતો એ શહેરનું મહત્ત્વ તેમના પછી તબક્કાવાર ઘટતું ચાલ્યાની નારાજગી ઉપરાંત અનુ.જાતિમાં પણ કચવાટ છે. જ્યારે આ જિલ્લાના સિનિયર લેઉવા પટેલ- ભૂતપૂર્વ મંત્રી જયેશ રાદડિયાને પણ ખાસ્સી ચર્ચા છતાં પુનઃ સ્થાન નથી અપાયું. સહકારી ક્ષેત્રે વિરોધમાં પડવાનું તેમને ભારે પડ્યાનું મનાય છે. જો કે, નારાજગી દર્શાવવાને બદલે તેમણે નવા મંત્રીઓને શુભેચ્છા આપીને 'પાર્ટી અમારા જેવા કાર્યકરને જ્યારે જે જવાબદારી આપે તે નિભાવતા રહીએ છીએ' એવી પ્રતિક્રિયા આપી હતી.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026