ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 104% ટેરિફ લાદવાની જાહેરાત કરી

April 09, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે જો ચીન અમેરિકા પર લાદવામાં આવેલા 34% ટેરિફને પાછો નહીં ખેંચે તો અમેરિકા પણ તેના પર વધારાની 50% ટેરિફ લગાવશે. હવે વ્હાઇટ હાઉસે કુલ 104% ટેરિફની જાહેરાત કરીને આ ધમકીને અમલમાં મૂકી છે. આ વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ નિર્ણય 9 એપ્રિલથી અમલમાં આવશે.

પોતાના નિવેદનમાં ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે જે પણ દેશ અમેરિકા સામે બદલો લેશે તેના પર તાત્કાલિક અસરથી નવા અને કડક ટેરિફ લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે અમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બિઝનેસમાં અન્યાયી વ્યવહારને સહન નહીં કરીએ. હવે સમય આવી ગયો છે કે ચીન પોતાની નીતિ પર પુનર્વિચાર કરે અને અમેરિકા સાથે યોગ્ય વર્તન કરે.

ટ્રમ્પે એ પણ સ્પષ્ટતા કરી હતી કે હવે અમેરિકા અને ચીન વચ્ચે પ્રસ્તાવિત બેઠકો સ્થગિત કરી દેવામાં આવી છે. અમેરિકા તે દેશો સાથે પણ વાટાઘાટોની પ્રક્રિયા શરૂ કરશે જેમણે પહેલાથી જ વેપાર વાટાઘાટો માટે વિનંતી કરી છે. વિશ્લેષકો માને છે કે આ નિર્ણય વૈશ્વિક વ્યાપારને અસર કરી શકે છે અને ચીન સાથેના અમેરિકાના સંબંધો વધુ વણસશે.