અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, 277 ઈલેક્ટોરોલ વોટ્સ મળ્યા
November 06, 2024
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન-કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આવી સ્થિતિમાં શું પરિણામ આવશે તે જોવું રસપ્રદ રહેશે.
વોટિંગ-કાઉન્ટિંગ વચ્ચે અમેરિકન મીડિયાએ મોટો દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. અમેરિકાના ફોક્સ ન્યૂઝ ચેનલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રમ્પને 277 ઈલેક્ટોરલ વોટ મળ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
12:20 PM
તમામ 7 સ્વિંગ સ્ટેટ્સમાં ટ્રમ્પનો દબદબો
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા અગ્રેસર દેખાઈ રહ્યા છે. અત્યાર સુધીના વલણો અનુસાર અમેરિકાના મહત્ત્વપૂર્ણ ગણાતા સાત સ્વિંગ સ્ટેટ્સમાં પણ ટ્રમ્પનો દબદબો દેખાઈ રહ્યાં છે. તો ચાલો આ રાજ્યોની સ્થિતિ પર એક નજર કરીએ...
જ્યોર્જિયા: ટ્રમ્પ જીત્યા
પેન્સિલવેનિયા: ટ્રમ્પ આગળ
નોર્થ કેરોલિના: ટ્રમ્પ જીત્યા.
મિશિગન: ટ્રમ્પ આગળ.
વિસ્કોન્સિન: ડોનાલ્ડ ટ્રમ્પ આગળ.
એરિઝોના: ટ્રમ્પ આગળ છે.
નેવાદા: ટ્રમ્પ આગળ.
11:57 AM
ટ્રમ્પ 247 પર તો કમલા હેરિસને 214 પર લીડ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની રેસમાં કમલા હેરિસ હવે નબળાં પડતાં દેખાઈ રહ્યા છે. ઇલેક્ટોરલ કોલેજના કાઉન્ટિંગના ટ્રેન્ડમાં કમલા હેરિસનો આંકડો 214 પર અટકી પડ્યો છે. ત્યારે ટ્રમ્પે 247 પર લીડ મેળવી લીધી છે. એટલે કે હવે મેજિક નંબર 270 સુધી પહોંચવા માટે તેમને ફક્ત 23 સીટની જરૂર છે. આ દરમિયાન કમલા હેરિસે એક મોટો નિર્ણય લીધો હતો. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજનારા ભાષણમાં સામેલ નહીં થવાનું નક્કી કર્યું છે. આ જાહેરાત બાદ લોકોની ભીડ ત્યાંથી વેરવિખેર થવા લાગી હતી.
11:21 AM
ટ્રમ્પની ફરી લાંબી છલાંગ
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ત્યારે કમલા હેરિસે જોરદાર કમબેક કર્યા બાદ હવે ટ્રમ્પે ફરી મોટી છલાંગ લગાવતાં 246 ઇલેક્ટોરલ કોલેજમાં લીડ મેળવીને બધાને ચોંકાવી દીધા છે. જ્યારે કમલા હેરિસ 210 પર જ અટકી ગયા છે. બહુમતી માટે 270 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ જરૂરી છે.
10:00 AM
પરિણામોમાં મોટા ઉલટફેરની તૈયારી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હવે રસપ્રદ બનતી જઈ રહી છે. 538 ઈલેક્ટોરલ કોલેજની વોટિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં 230 પર લીડ મેળવી રહ્યા છે ત્યારે કમલા હેરિસે શાનદાર પરફોર્મ કરતાં તે પણ હવે 210 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ મેળવતાં ટ્રમ્પ સામે પડકાર બની ગયા છે.
9:30 AM
કમલા હેરિસનું જોરદાર કમબેક
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રસપ્રદ પરિણામો સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બહુ આગળ ચાલી રહ્યા હતા. તેમને 214 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ મળી રહી હતી. પરંતુ હવે કમલા હેરિસ પણ તેમને જોરદાર ટક્કર આપતાં કમબેક કરતાં દેખાઈ રહ્યાં છે. કમલા હેરિસ હાલમાં 179 ઈલેક્ટોરલ કોલેજમાં લીડ પર આવી ગયા છે.
9:26 AM
ટ્રમ્પને 210 ઈલેક્ટોરલ વોટ પર લીડ
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનો ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 210 ઈલેક્ટોરલ વોટની લીડ લીધી છે. જ્યારે ડેમોક્રેટ ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 112 પર આગળ છે.
9:05 AM
કયા રાજ્યમાં કોણ જીત્યું?
અત્યાર સુધીના વોટિંગ-કાઉન્ટિંગ અનુસાર મોન્ટેના, મિસૌરી, ઓહાયો, ટેક્સાસ, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, વ્યોમિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા છે. આ રાજ્ય તેમના વાઈસ પ્રેસીડેન્ટ ઉમેદવાર જેડી વેન્સનું ગૃહ રાજ્ય પણ છે. જ્યારે ઈલિનોઈસ, વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્કમાં કમલા હેરિસ જીત્યાં છે. ઉલ્લેખનીય છે કે 198 ઈલેક્ટોરલ કોલેજમાં ટ્રમ્પ આગળ છે જ્યારે 112 પર કમલા હેરિસને લીડ મળતી દેખાય છે.
8:50 AM
ડેમોક્રેટ સારાહ મેકબ્રાઇડ પ્રથમ ચૂંટાયેલ ટ્રાન્સજેન્ડર બન્યાં
એડિસન રિસર્ચના રિપોર્ટ અનુસાર એક અંદાજ અનુસાર ડેમોક્રેટ સારાહ મેકબ્રાઈડ અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની ગયા છે. તે ડેલાવેરની મહત્વની બેઠક પરથી ચૂંટણી જીત્યા હોવાનું મનાય છે. આ દરમિયાન રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે 198 ઈલેક્ટોરલ કોલેજોમાં લીડ મેળવીને ચોંકાવી દીધા છે. જ્યારે ડેમોક્રેટ કમલા હેરિસ નર્વસ નાઈન્ટીથી આગળ વધતાં 109 સીટો પર લીડ મેળવીને હજુ ઘણાં પાછળ છે.
7:50 AM
ટ્રમ્પ 177 સીટો પર આગળ, જ્યારે કમલા હેરિસ 99 સીટો પર આગળ
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો ચોંકાવનારા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ ઈલેક્ટોરલ કોલેજ ટ્રેન્ડમાં એકબીજાને મજબૂત ટક્કર આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 177 સીટો પર આગળ ચાલી રહ્યા છે તો કમલા હેરિસ પણ 99 સીટો પર આગળ ચાલી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 270 ઈલેક્ટોરલ કોલેજોના જાદુઈ આંકડાને બેમાંથી કોણ પહેલા સ્પર્શે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજો છે. આ દરમિયાન ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે.
7:45 AM
સ્વિંગ સ્ટેટ્સ ભાગ્ય નક્કી કરશે
ચૂંટણી પ્રચાર દરમિયાન બંને હરીફોનું સમગ્ર ધ્યાન સ્વિંગ સ્ટેટ્સ પર હતું. આ સ્વિંગ રાજ્યોમાંથી પેન્સિલવેનિયા કિંગમેકર બની શકે છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતીનો આંકડો 270 છે. પરંતુ આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે. આવા સંજોગોમાં કડકડતી ઠંડી છતાં લાંબી કતારોમાં ઉભા રહેલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
7:30 AM
101 ઈલેક્ટોરલ કોલેજોમાં ટ્રમ્પ આગળ, કમલાને 71 પર લીડ
અમેરિકાની ચૂંટણીમાં મતગણતરી વચ્ચે ઈલેક્ટોરલ કોલેજનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને વલણોમાં પાછળ છોડી દીધા હતા, ત્યારે હવે બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 101 ઈલેક્ટોરલ કોલેજોમાં આગળ છે જ્યારે કમલા હેરિસ 71માં આગળ છે. અમેરિકામાં પ્રમુખપદની સાથે સ્ટેટ એસેમ્બલી અને સ્થાનિક એકમોની પણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ૩૬ ભારતીય અમેરિકનોએ પણ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે.
અમેરિકામાં ન્યૂ હેમ્પશાયરમાં ઈલેક્શન ડે પર મધરાતે થયેલા મતદાને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ન્યૂ હેમ્પશાયરમાં એક નાની આઉટપોસ્ટ ડિક્સવિલે નોચમાં છ રજિસ્ટર્ડ વોટરે મતદાન કર્યું હતું. આ સાથે અમેરિકામાં ઈલેક્શન ડે પર મતદાન શરૂ થયું. તેમનું મતદાન પણ જાહેર થઈ ગયું છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને ૩-૩ વોટ મળ્યા છે.
૨૦૧૬માં ડિક્સવિલ નોચમાં ટ્રમ્પને માત્ર બે જ વોટ જ્યારે હિલેરી ક્લિન્ટનને ચાર વોટ મળ્યા હતા. ૨૦૨૦માં બાઈડેને અહીં ટ્રમ્પને ૫-૦થી હરાવ્યા હતા. અમેરિકામાં મંગળવારે ઈલેક્શન ડે પર મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આજના દિવસમાં અંદાજે આઠ કરોડ અમેરિકનો મતદાન કરશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે જ્યારે વહેલા મતદાનનો લાભ ઉઠાવતા અંદાજે આઠ કરોડ મતદારોએ મતદાન કરી દીધું છે. અમેરિકાના બંધારણ પ્રમાણે ૫૩૮ ઇલેકટોરલ વોટમાંથી કોઈ પણ ઉમેદવારને વિજય માટે ૨૭૦ ઇલેકટોરલ વોટની જરૂર હોય છે. અમેરિકાના ઈતિહાસમાં હજુ સુધી કોઈ મહિલા પ્રમુખ બની શકી નથી ત્યારે કમલા હેરીસ પાસે અમેરિકાના પહેલાં મહિલા પ્રમુખ બની ઈતિહાસ રચવાની તક છે. બીજીબાજુ વર્ષ ૨૦૧૬ના ઈતિહાસનું પુનરાવર્તન થવાની પણ સંભાવના છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રબળ દાવેદાર હિલેરી ક્લિન્ટનને હરાવીને પ્રમુખ બન્યા હતા. વર્ષ ૨૦૧૬ની જેમ આ વખતે કમલા હેરીસ પ્રબળ દાવેદાર છે.
જોકે, અમેરિકામાં આ વખતે ટ્રમ્પ કે કમલા હેરિસના ચૂંટણી વિજયનો આધાર સાત સ્વિંગ સ્ટેટ પર છે. આ સ્વિંગ સ્ટેટમાં જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને મિશિગન મહત્વના છે. પેન્સિલવેનિયાના ૧૯ વોટ છે, જે સાતેય સ્વિંગ સ્ટેટમાં સૌથી વધુ છે. અમેરિકામાં મતદાન શરૂ થતાં જ ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે ટ્વીટ કરીને લખ્યું કે, આજે ઈલેક્શન ડે છે. આજે આપણે એટલા માટે મતદાન કરીએ છીએ, કારણ કે આપણે પોતાના દેશને પ્રેમ કરીએ છીએ અને અમેરિકાના વચનમાં વિશ્વાસ રાખીએ છીએ.
બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં પામ બીચ ખાતે પત્ની મેલાનિઆ ટ્રમ્પ સાથે મતદાન કર્યું હતું. મતદાન પછી ટ્રમ્પે કહ્યું હતું કે, તેમનું ચૂંટણી અભિયાન જબરજસ્ત રહ્યું છે. તેમને ચૂંટણી જીતવાનો પૂરો વિશ્વાસ છે. અમે અમેરિકાને ફરી મહાન રાષ્ટ્ર બનાવવા માગીએ છીએ. અત્યારે આપણો દેશ અનેક મુશ્કેલીઓમાં ઘેરાયેલો છે. દરમિયાન અમેરિકામાં કુલ ૩૬ ભારતીય મૂળના અમેરિકનો ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે. ભારતીય મૂળના નવ અમેરિકનો અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહ માટે ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી પાંચ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ચાર ન્યૂકમર છે. આ નવમાંથી છના જીતવાની સંભાવના છે. કેલિફોર્નિયામાં સૌથી વધુ ત્રણ ભારતીય મૂળના ઉમેદવારો પહેલી વખત અમેરિકન સંસદમાં પહોંચવાની સ્પર્ધામાં છે. આ સિવાય અમેરિકાની સ્ટેટ એસેમ્બલી અને સ્થાનિક એકમોની ચૂંટણીમાં પણ ભારતીય મૂળના ૩૬ અમેરિકનો ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકાના ચૂંટણી પરિણામો પર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે તેની અમેરિકાની આંતરિક બાબતો ઉપર તો અસર પડશે જ પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સહિત અનેક બાબતો ઉપર પણ તેની સીધી અસર પડવાની શક્યતા છે.
અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે જો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવશે તો ભારતને વિવિધ લાભ થાય તેમ છે. પ્રથમ તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અંગત સ્તરે ગાઢ સંબંધો હોવાથી તેનો ફાયદો ભારતને મળે તેમ છે. ટ્રમ્પ જેમ અમેરિકા ફર્સ્ટમાં માને છે તેમ મોદી પણ ઇન્ડિયા ફર્સ્ટમાં માને છે. ટ્રમ્પ ચૂંટાઇ આવે તો ભારતના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રમાં યુએસનો સહકાર વધશે.
એ જ રીતે સપ્ટેમ્બરમાં ટ્રમ્પે ભારતની આયાત ટેરિફના મામલે ટીકા કરી હતી પણ મોદીને સારા મિત્ર ગણાવ્યા હોઇ આ મામલે પણ તેએો સાથે કામ કરી શકે છે. ટ્રમ્પ ચીન સામે ભારતને અનુકૂળ આવે તેવી નીતિઓ ધરાવે છે જેથી ક્વાડ મજબૂત બને તો તેમાં પણ ભારતને ફાયદો થાય તેમ છે.
અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે જો ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ ચૂંટાઇ આવે તો ભારતના આઇટી સર્વિસ સેક્ટરને ફાયદો થાય તેમ છે. કમલા હેરિસ સ્કીલ્ડ વર્કર વીઝાને મામલે ઉદાર વલણ ધરાવતાં હોઇ એચવન બી વીઝા મેળવવામાં ભારતને લાભ મળી શકે છે. કમલા હેરિસે મેડિકેર વિસ્તારવાની નીતિ ધરાવતાં હોઇ ભારતના ફાર્મા સેક્ટરને પણ તેનો લાભ મળી શકે છે. ખાસ કરીને જેનેરિક દવાઓ માટે અમેરિકાની બજાર ખુલી શકે છે. બાઇડન તંત્રમાં ભારતનો યુએસ સાથેનો દ્વિપક્ષી વેપાર ૯.૨ ટકાના કમ્પાઉન્ડ વાર્ષિક દરે વધ્યો હોઇ કમલા હેરિસ જીતે તો આ વૃદ્ધિ દર જળવાઇ રહેશે. હેરિસના જીતવાથી વેપાર, ઉર્જા અને ઇમિગ્રેશનના મામલે ભારતને લાભ થાય તેમ છે.
પેન્સિલવાનિયા : કમલા- ટ્રમ્પે પ્રચારના છેલ્લા કલાક આ સ્વિંગ-સ્ટેટમાં ગાળ્યા
સૌથી વધુ મતદારો ધરાવતાં રાજ્યોમાં પેન્સિલવાનિયા પાંચમું રાજ્ય છે : તેના ૧૯ ઇલેકટોરલ વૉટ અતિ મહત્વના છે
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ પદની પૂર્વ સંધ્યાએ ડેમોક્રેટિક પક્ષનાં પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસ તથા તેઓના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે તેના પ્રચારના છેલ્લા કલાકો સ્વિંગ-સ્ટેટ પેન્સિલવાનિયામાં ગાળ્યા હતા. આ અંગે સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે, હેરિસે આખો દિવસ પેન્સિલવાનિયામાં ગાળ્યો હતો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ રાજ્યો રેલે નોર્થકેરોલિના અને પેન્સિલવાનિયામાં પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. તેઓએ રીડીંગ અને પિટરસબર્ગ સહિત કુલ ૪ રેલી - પેન્સિલવાનિયામાં યોજી હતી.
ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કમલા હેરિસ, પેન્સિલવાનિયાના રીડીંગની શેરીઓમાં પણ ઘૂમી રહ્યા હતાં. મતદારોનાં ઘરે ઘરે જઈને તેઓને મળ્યા હતા.
તેઓના ૩ ટેકેદારોને ખાસ મળવા માટે હેરિસે કલાકો સુધીની મોટર ડ્રાઈવ કરી હતી. રીડીંગ શહેરની આ મુલાકાત માત્ર મત પ્રચાર માટે જ ન હતી. તેઓ જનસામાન્ય સાથે હળી-મળી રહ્યા હતા અને એક પ્યુરટોટિકન નાગરિકની રેસ્ટોરામાં પણ તેઓ ગયા હતાં. સાથે તેઓએ સ્થાનિક સંસ્કૃતિની પણ સરાહના કરી હતી. કમલા હેરિસના આ પ્રચાર યુદ્ધમાં પેન્સિલવાનિયાના ગવર્નર જોશ શાયિરો અને ન્યૂયોર્કનાં હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સના સાંસદ એલેકઝાન્ડ્રીયા ઓકાસિયો કોર્ટેઝ પણ જોડાયા હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ પેન્સિલવાનિયામાં જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે જો અમે પેન્સિલવાનિયામાં વિજયી થઇશું તો જાણે કે 'બેલ ઓફ વેક્ષ' જીત્યા બરાબર ગણાશે. (બહુ મુશ્કેલ સ્થિતિમાં વિજય મેળવ્યા બરાબર હતું.)
પેન્સિલવાનિયામાં આટલી રસાકસી થવાનું કારણ તે છે કે ત્યાં મહત્વના તેવા ૧૯ ઇલેકટોરલ-વૉટ છે. અમેરિકાનાં ૭ મોટા રાજ્યોમાં પેન્સિલવાનિયાનું પાંચમું સ્થાન છે. તેથી તેના ઇલેકટોરલ-વોટનું મહત્વ ઘણું છે.
Related Articles
અમેરિકામાં ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર, 18 હજાર ભારતીયોને ઘરભેગા કરશે ટ્રમ્પ
અમેરિકામાં ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈય...
બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500 લોકોની સજા 'માફ' કરી!
બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી...
Dec 13, 2024
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત્રી રહમાન હક્કાની સહિત 12ના મોત
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તા...
Dec 11, 2024
ફિલિપાઈન્સમાં ફાટ્યો જ્વાળામુખી, 87 હજાર લોકોનું કરાયું રેસ્ક્યૂ
ફિલિપાઈન્સમાં ફાટ્યો જ્વાળામુખી, 87 હજાર...
Dec 10, 2024
યૂરોપીયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવે: મોહમ્મદ યૂનુસ
યૂરોપીયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટા...
Dec 10, 2024
બાંગ્લાદેશમાં થતાં હિંદુઓ પર હુમલા વચ્ચે વિદેશ સચિવ પહોંચ્યા ઢાકા
બાંગ્લાદેશમાં થતાં હિંદુઓ પર હુમલા વચ્ચે...
Dec 10, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024